________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
એમ નક્કી થયું. સાથે દાદીમા પણ હોય અને હેમચંદ્ર હોય તો સારું એમ વિચારાયું. એટલે તેઓ ત્રણે અમદાવાદ જવા ઊપડ્યાં. બંને ભાઈઓએ અમદાવાદમાં આ તકનો લાભ લઈ દીક્ષા લઈ લેવી એવો નિર્ણય કર્યો.
એ વખતે તપગચ્છના શ્રી બુદ્ધિવિજયજી (બુટેરાયજી) મહારાજના શિષ્યરત્ન શ્રી નીતિવિજયજી અમદાવાદમાં બિરાજમાન હતા. તેઓ જ્ઞાની અને સમયના પારખુ હતા. બંને ભાઈઓ એમની પાસે જવા લાગ્યા. એક દિવસ તેઓ બંનેએ એમની પાસે દીક્ષાનો પ્રસ્તાવ મૂક્યો. નીતીવિજયજી મહારાજે કિશોર વિધુર મણિલાલને દીક્ષા આપવાનું સ્વીકાર્યું, પરંતુ પરિણીત કિશોર હેમચંદ્રને દીક્ષા આપવાની ના પાડી, કારણ કે એમને દીક્ષા આપવા જતાં કુટુંબપરિવાર અને રાજ્ય તરફથી ઉપસર્ગો આવશે એમ એમને જણાયું. આથી હેમચંદ્ર નિરાશ થઈ ગયા અને રુદન કરવા લાગ્યા, પણ નીતિવિજય મહારાજને બીજો કોઈ ઉપાય જણાતો નહોતો.
૩૩૯
વડીલ બંધુ મણિલાલે પણ હેમચંદ્રને બહુ સમજાવ્યા કે એમની દીક્ષા માટે હજુ કાળ પાક્યો નથી.
મણિલાલને શ્રી નીતિવિજયજી મહારાજે અમદાવાદમાં એક નાના ઉત્સવપૂર્વક દીક્ષા આપી અને એમનું નામ મુનિ મણિવિજયજી રાખવામાં આવ્યું. ત્યારપછી હેમચંદ્ર પોતાનાં દાદીમા સાથે ભોયણી તીર્થની યાત્રા કરવા ગયા. ત્યાં એમણે ભગવાન મલ્લિનાથને પ્રાર્થના કરી કે પોતાને પણ જલદી જલદી દીક્ષા લેવાનો યોગ સાંપડે.
જ્યારે તેઓ દાદીમા સાથે કપડવંજ ઘરે પાછા આવ્યા અને મણિલાલે દીક્ષા લઈ લીધાના સમાચાર કહ્યા ત્યારે માતાએ ઘણું રુદન કર્યું. પિતા સ્વસ્થ રહ્યા હતા. પરંતુ હવે હેમચંદ્ર ભાગીને દીક્ષા ન લઈ લે એ માટે માતા અને પત્નીએ વધુ ધ્યાન રાખવા માંડ્યું. સાસુ-સસરા અને ઈતર સગાંસંબંધીઓ પણ સજાગ બની ગયાં.
પરંતુ એક દિવસ અડધી રાતે હેમચંદ્ર ઘર છોડીને એકલા ભાગી ગયા. સવાર પડતાં ઘરમાં, કુટુંબમાં, આખા ગામમાં હેમચંદ્રના ભાગી ગયાના સમાચાર પ્રસરી ગયા. બધે શોધાશોધ થઈ પણ ક્યાંયથી પત્તો લાગ્યો નહિ. વાહનવ્યવહાર અને સંદેશા–વ્યવહારનઈં ઘણાં ઓછાં સાધનો ત્યારે હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org