________________
૩૩૨
પ્રભાવક સ્થવિરો
વખત બેસી શકાતું નહિ. પરંતુ મહારાજશ્રીએ પોતાના શિષ્ય વિદ્યાવિજયજી તથા હિમાંશુવિજયજીને કહી રાખ્યું હતું કે જ્યારે જ્યારે પોતાને સ્વસ્થતા લાગે ત્યારે ડૉ. લેવીને બોલાવી લાવવામાં આવે. ડૉ. લેવી ચારેક દિવસ શિવપુરીમાં રોકાઈ, મહારાજશ્રી પાસે વાસક્ષેપ લઈ વિદાય થયા.
મહારાજશ્રીને પોતાનો અંતિમ કાળ હવે જણાઈ ગયો હતો. હિમાંશવિજય આદિ એમને “ચઉશરણપયત્રા” સંભળાવતા. ભાદરવા સુદ અગિયારસના દિવસે વસ્ત્ર બદલતી વખતે મહારાજશ્રીએ સૂચન કરી દીધું કે પોતે હવે ફક્ત ત્રણ દિવસ જ છે. તેઓ સ્થિર પદ્માસનમાં બેસી ગયા. બારસના દિવસે સાંજે પ્રતિક્રમણ કરતાં કરતાં તેઓ બેભાન થઈ ગયા. શુદ્ધિમાં આવતાં એમણે પ્રતિક્રમણ પુરું કર્યું. તેરસની રાત એમણે ધ્યાનમાં પઘાસનમાં જ વિતાવી. વચ્ચે એક વખત પાટ ઉપરથી ઊતરી ઠલ્લે જઈ આવ્યા, અને પાછા સ્થિરાસને બેસી ગયા. સવારના છ વાગવામાં હવે કેટલો સમય બાકી છે એમ પૂછતા રહ્યા. પાંચ વાગે તેઓ ધ્યાનમાં સ્થિર થઈ ગયા અને બરાબર સવારના છ વાગે એમનું મસ્તક ઢળી ગયું. સંવત ૧૯૭૮ના ભાદરવા સુદ ચોદસ, અનંત ચૌદસના દિવસે તા. ૫ મી સપ્ટેમ્બર ૧૯૨ ૨ ના દિવસે સવારે છ વાગે પોતાના શિષ્ય-સમુદાય વચ્ચે અને ભક્તો વચ્ચે તેમણે સમાધિપૂર્વક દેહ છોડ્યો.
મહારાજશ્રીના કાળધર્મના સમાચાર મળતાં એમના અનેક ભક્તો શિવપુરી આવી પહોંચ્યા, અને એમનાં અંતિમ દર્શન કર્યા. મહારાજશ્રીના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા.
મહારાજશ્રીના કાળધર્મના સમાચાર ઝડપથી દેશ-વિદેશમાં પ્રસરી ગયા. ગામેગામથી શોક-સંદેશાના તાર–પત્રો આવ્યા. મુંબઈનાં વર્તમાનપત્રોના પહેલે પાને મોટા અક્ષરે સ્વર્ગવાસના આ સમાચાર છપાયા, સ્થળે સ્થળે ગુણાનુવાદની સભાઓ થઈ. વિદેશોમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઈટલી, નૉર્વેનાં વર્તમાનપત્રોમાં મહારાજશ્રીના સ્વર્ગવાસના સમાચાર છપાયા. “લંડન ટાઈમ્સ” દેનિકે વિગતવાર સમાચાર આપતાં Death of a Great Jain Leader' એવા શીર્ષક હેઠળ નોંધ્યું હતું: A telegram received in London announces the death, at the age of 55, of Shri Vijay Dharma Suri, in
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org