________________
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ
કરી ચાતુર્માસ માટે અમરેલી પધાર્યા. વિ. સં. ૧૯૭૩ના આ ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીને સાંભળવા પાંચ-સાત હજાર માણસો આવતા હતા. મહારાજશ્રીની વાણીના જાદુઈ પ્રભાવથી વ્યાખ્યાનમાં પધારેલા મુસલમાનોમાંથી કેટલાકે જીવનભર માંસાહારનો ત્યાગ કર્યો હતો અને પર્યુષણના આઠ દિવસ દરમિયાન કોઈ મુસલમાનના ઘરે માંસાહાર ગંધાય નહિ એવો કાયમ માટે ઠરાવ કર્યો હતો.
અમરેલીના ચાતુર્માસ પછી જામનગરના સંઘનો ચાતુર્માસ માટે અત્યંત આગ્રહ થયો. કાઠિયાવાડમાં જુદે જુદે સ્થળે વિચરી મહારાજશ્રી જામનગર પધાર્યા. ત્યાં એમનું ભવ્ય સ્વાગત થયું. મહારાજશ્રીનું ચાતુર્માસ બહુ ઉલ્લાસપૂર્વક જામનગરમાં થયું. મહારાજશ્રીને હવે કાશી પાછા ફરવું હતું. પરંતુ મુંબઈના સંઘનો બહુ જ આગ્રહ થયો. મહારાજશ્રી મુંબઈ ક્યારેય પધાર્યા નહોતા એટલે મુંબઈની જનતાનો આગ્રહ થાય એ સ્વાભાવિક હતું. છેવટે એવો નિર્ણય થયો કે મુંબઈ થઈને કાશી તરફ પ્રયાણ કરવું. ગુજરાતમાં ઠેર ઠે૨ ધર્મની પ્રભાવના કરતાં કરતાં વિહાર કરીને મહારાજશ્રી મુંબઈ પધાર્યા. મુંબઈમાં એમના ઉપરાઉપરી બે ચાતુર્માસ થયાં. મહારાજશ્રીની વાણી સાંભળવા જૈન-અજૈન એવા હજારો માણસો વ્યાખ્યાનમાં એકત્ર થતા. કેટલાયે વિદેશી મહાનુભાવો એમને મળવા માટે આવતા. અંગ્રેજ ગવર્નરે પણ એમને મુલાકાત આપેલી જે એ જમાનાની દૃષ્ટિએ મોટી ઐતિહાસિક ઘટના ગણાઈ હતી. મુંબઈમાં સ્થિરતા દરમિયાન વીરતત્ત્વ પ્રકાશક મંડળ, શ્રી મુંબઈ જૈન સ્વયંસેવક મંડળ વગેરે કેટલીક સંસ્થાઓની સ્થાપના કરાવેલી.
૩૩૧
મુંબઈથી વિહાર કરી મહારાજશ્રી મહારાષ્ટ્રમાં ધુલિયા પધાર્યા અને ત્યાં ચાતુર્માસ કર્યું. વિહાર તથા અન્ય શ્રમને કારણે એમની તબિયત બગડવા માંડી હતી. ધુલિયાથી વિહાર કરીને મહારાજશ્રી ગ્વાલિયર પાસે શિવપુરી પધાર્યા. અહીં તેમની તબિયત વધુ બગડવા લાગી. ગ્વાલિયરના મહારાજાના આગ્રહથી મહારાજશ્રીએ શિવપુરીમાં ચાતુર્માસ કર્યું. અહીં પણ દેશિવદેશથી ઘણા વિદ્વાનો એમને મળવા આવતા. પર્યુષણ પર્વ સારી રીતે સંપન્ન થયાં. પરંતુ મહારાજશ્રીની અશક્તિ ઉત્તરોત્તર વધતી ચાલી. એક ફ્રેન્ચ વિદ્વાન ડૉ. લેવી પોતાનાં પત્ની સાથે મહારાજશ્રીને મળવા આવ્યા. તેમની સાથે આખો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org