________________
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ
૩૨૯
શ્રાવક-શ્રાવિકા સાથે શત્રુંજયનો ડુંગર ચડી આદિનાથ ભગવાનનાં દર્શન કર્યા. મહારાજશ્રીએ ચાતુર્માસ પાલિતાણામાં મોતીસુખિયાની ધર્મશાળામાં કરવાનું નક્કી કર્યું.
- પાલિતાણામાં પણ જેનેતર વર્ગમાં મહારાજશ્રી પ્રત્યેનો પૂજ્યભાવ ઉત્તરોત્તર વધતો જતો હતો. એટલે તેઓ જ્યાં જ્યાં ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપતા, ત્યાં ત્યાં ઉપાશ્રયની જગ્યા નાની, સાંકડી પડતી, લોકોની ભીડ ઘણી થતી. આથી કેટલીક વાર બહાર વિશાળ જગ્યામાં એમનાં વ્યાખ્યાનો રાખવામાં આવતાં.
મહારાજશ્રી પાલિતાણામાં વિ. સં. ૧૯૭૨નું ચાતુર્માસ કરી ભાવનગર પધાર્યા. રસ્તામાં ઠેર ઠેર લોકોએ એમનું સન્માન કર્યું અને ભાવનગરમાં પ્રવેશ વખતે એમનો સત્કાર કરવા માટે ઘણા માણસો એકત્ર થયા હતા, કારણ કે મહારાજશ્રી ઘણાં વર્ષે ભાવનગર પધારી રહ્યા હતા. ભાવનગર એમની દીક્ષાનું સ્થળ અને એમના ગુરુવર્યના કાળધર્મનું સ્થળ એટલે એમને તથા લોકોને પરસ્પર લાગણી થાય એ સ્વાભાવિક હતું. શહેરમાં પ્રવેશતાં એમનું વાજતેગાજતે ભવ્ય સામૈયું થયું. દાદાવાડીમાં શ્રી વૃદ્ધિચંદ્રજીની પાદુકાનાં દર્શન કરી તેઓ ઉપાશ્રયે પધાર્યા.
ઉપાશ્રયમાં રોજ વ્યાખ્યાનો ચાલુ થયાં. લોકોની ભીડ દિવસે દિવસે વધતી જતી હતી. સર પ્રભાશંકર પટ્ટણી, તે વખતના દીવાન શ્રી તન્ના તથા નાયબ દીવાન શ્રી ત્રિભુવનદાસ વગેરે રાજ્યના મોટા મોટા મહાનુભાવો વ્યાખ્યાનમાં પધારતા. મહારાજશ્રીની અનોખી પ્રતિભાનો જૈનોને અને ઈતર નગરજનોને પરિચય થયો. સર પ્રભાશંકર પટ્ટણીએ મહારાજશ્રીને ભાવનગરમાં ચાતુર્માસ કરવા વિનંતી કરી કે જેથી પોતાને વૃદ્ધાવસ્થામાં લાભ મળે. પરંતુ ચાતુર્માસની શક્યતા નહોતી.
- ભાવનગરમાં ઉપાશ્રયમાં ભીડ એટલી બધી થતી કે કેટલાક મોટા દિવસોએ બહાર વ્યાખ્યાન રાખવામાં આવતાં. વળી લોકલાગણીને માન આપીને એક દિવસ વિક્ટર ક્વેરમાં એમનું જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. પાંચેક હજાર માણસ વ્યાખ્યાન સાંભળવા એકત્ર થયું હતું. સરસ વ્યાખ્યાનને અંતે આભારવિધિ માટે ભાવનગરના ખ્યાતનામ વિદ્વાન જૈન આગેવાન શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org