________________
| શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
(શ્રી સાગરજી મહારાજ)
વિક્રમના વીસમા જૈન શતકમાં જેન શાસનમાં જે કેટલીક મહાન વિભૂતિઓ થઈ ગઈ તેમાં પરમ પૂજ્ય સ્વ. શ્રી આનંદસાગરસૂરિ એટલે કે શ્રી સાગરજી મહારાજનું નામ અવિસ્મરણીય છે.
પાલિતાણા અને સુરતમાં આગમમંદિર બાંધવાની પ્રેરણા કરનાર, આગ્રમપ્રકાશન માટે “દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ', “આગમોદય સમિતિ વગેરેની સ્થાપના કરાવી તે દ્વારા આગમિક સાહિત્યને પ્રકાશિત કરાવનાર, જીવનભર આગમસાહિત્યના સંશોધન-સંપાદનમાં પોતાનો અમૂલ્ય સમય વ્યતીત કરનાર, “આગમોદ્ધારક' “આગમદિવાકર' જેવાં બિરુદ પામનાર પૂ. શ્રી આનંદસાગરસૂરિજીની આગમભક્તિ અનુપમ હતી.
હસ્તલિખિત પોથીઓમાં સચવાયેલાં આગમસૂત્રો મેળવવામાં અને વાંચવામાં રહેલી પ્રતિકૂળતાઓને લક્ષમાં લઈ, પંચમહાવ્રતધારી સાધુવર્ગ વધુ જ્ઞાનવાન થાય એ દષ્ટિએ આગમસૂત્રોને સુલભ કરવાના આશયથી, મુદ્રણકલાનો આશ્રય લઈ સારા કાગળ ઉપર મોટા અક્ષરે આગમસૂત્રો પહેલી વાર છપાવવાનું ક્રાન્તિકારી પગલું ભરનાર તથા શિલાપટ્ટ તથા તામ્રપત્રમાં આગમસૂત્રો ઉત્કીર્ણ કરાવવાનું ભગવાન મહાવીરના શાસનમાં પહેલી વાર એવું અદ્વિતીય ભગીરથ કાર્ય કરાવનાર આગમધરસૂરિ શ્રી સાગરજી મહારાજનું જીવન અને કાર્ય રસિક ઐતિહાસિક ઘટનાઓથી સભર છે. પંચોતેર વર્ષની વયે, ઓગણસાઠ વર્ષનો દીક્ષાપર્યાય પાળીને, પંદર દિવસના અનશનવ્રત સાથે અર્ધ-પઘાસને બેઠાં બેઠાં કાઉસ ધ્યાનમાં, નવકાર મંત્રની ધૂનની વચ્ચે સમધિપૂર્વક દેહ છોડનાર સાગરજી મહારાજના જીવનની એ અંતિમ ઘટના પણ વિરલ અને પ્રેરક છે.
વિક્રમની ઓગણીસમી સદીમાં ગુજરાતનાં જે કેટલાંક નગરોમાં જેનોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org