________________
૩૨૮
પ્રભાવક સ્થવિરો
મહારાજશ્રીનું નામ એટલું સુપ્રસિદ્ધ થઈ ગયું હતું અને એમની વિદ્વત્તાથી લોકો સુપરિચિત હતા કે તે સમયના નામાંકિત અજૈન મહાનુભાવો ડૉ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ અને ડૉ. જીવરાજ ઘેલાભાઈ મહેતા મહારાજશ્રીને મળવા આવ્યા હતા અને પોતાના ગ્રંથો અર્પણ કરી ગયા હતા.
અમદાવાદથી વિહાર કરી મહારાજશ્રી કલોલ, પાનસર, ભોયણી, વિરમગામ વગેરે સ્થળે વિહાર કરી ઉપરિયાળામાં પધાર્યા. મહારાજશ્રીએ અગાઉ ઉપરિયાળા તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એટલે અહીંના સંઘનો ભક્તિભાવ ઘણો હતો. મહારાજશ્રીનાં વ્યાખ્યાનોમાં ઉપરિયાળા–બજાણાના દરબાર જાતે આવીને બેસતા. ઉપરિયાળા યાત્રિકોને ઊતરવાની મુશ્કેલી પડતી હતી એટલે સારી ધર્મશાળા બાંધવાની મહારાજશ્રીએ ભલામણ કરી. એ વખતે બજાણાના દરબારે એ માટે વિશાળ જમીન સંઘને મફત ભેટ આપવાની જાહેરાત કરી, એથી સંઘનો હર્ષોલ્લાસ વધી ગયો. એ માટે સંઘમાં પણ સારું ફંડ થઈ ગયું હતું, જેમાંથી પછી સરસ ધર્મશાળા બંધાઈ હતી. - અમદાવાદમાં થોડા દિવસની સ્થિરતા કરી મહારાજશ્રીએ કાઠિયાવાડ તરફ વિહાર કર્યો કારણ કે એમની ભાવના ચાતુર્માસ સિદ્ધક્ષેત્ર પાલિતાણામાં કરવાની હતી. મહારાજશ્રી વિહાર કરતા કરતા દસાડા ગામે પધાર્યા. ત્યાં મુખ્ય વસ્તી મુસલમાનોની હતી, તેઓ તળાવમાં માછલાં મારતા. મહારાજશ્રીના જીવદયા વિશેના વ્યાખ્યાનનો ત્યાં એટલો બધે પ્રભાવ પડ્યો કે દસાડાના નવાબે તળાવમાં માછલાં મારવા પર પ્રતિબંધ ફરમાવ્યો. - દસાડાથી જુદે જુદે સ્થળે વિહાર કરતા મહારાજશ્રી લીંબડી પધાર્યા. અહીં તેમણે વિદ્યાર્થીઓ માટે બોર્ડિંગની સ્થાપના કરાવી. લીંબડીનું ચોમાસું બીજી એક ઘટનાથી પણ સ્મરણીય બની ગયું. મહારાજશ્રી લીંબડીના સ્થાનકવાસી સંપ્રદાયના મહાત્માઓ શ્રી નાગજી સ્વામી તથા કવિવર્ય શ્રી નાનચંદજી સ્વામીને મળીને, તેમની સાથે ઉદાર દિલથી એકતા સાધીને એક જ પાટ ઉપર સાથે બિરાજમાન થઈને ત્રણે મહાત્માઓ વ્યાખ્યાન આપતા એથી લીંબડીમાં સ્થાનકવાસી અને મૂર્તિપૂજક સમુદાય વચ્ચે સારો સુમેળ સધાયો.
લીંબડીથી વિહાર કરીને મહારાજશ્રી પાલિતાણા પધાર્યા. અહીં તેમનો વાજતે ગાજતે પ્રવેશ થયો. એમણે સેંકડો સાધુ-સાધ્વી તથા હજારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org