________________
૩૨૬
પ્રભાવક સ્થવિરો
ફરીથી બહુ આગ્રહ કર્યો. લોકોનો ભાવ જોઈ મહારાજશ્રીને ફરી વિચાર કરવો પડ્યો. છેવટે એવો ઉકેલ કાઢવામાં આવ્યો કે મહારાજશ્રીના સોળ શિષ્યોમાંથી આઠ શિષ્યો તો ગુજરાત તરફ વિહાર કરે અને આઠ શિષ્યો સાથે મહારાજશ્રી ઉદયપુરમાં ચાતુર્માસ કરે.
મહારાજશ્રી પાછા ઉદયપુર પધાર્યા. ઉદયપુ૨નું આ ચાતુર્માસ ઐતિહાસિક જેવું થઈ ગયું. અહીં અન્ય સંપ્રદાયના આચાર્યો પણ હતા અને હિંદુઓના ગોવર્ધન મઠના શંકરાચાર્ય પણ ચાતુર્માસ માટે ઉદયપુર પધાર્યા હતા, એટલે સમગ્ર શહેરમાં વ્યાખ્યાનોની, ધર્મોપદેશની હવા ઘણી પ્રસરી હતી. મહારાજશ્રીની ઉદાર વિચારસરણીને લીધે તથા સરસ વ્યાખ્યાનશૈલીને લીધે સંપ્રદાયના ભેદ વિના જૈન-જૈનેતર એવા હજારો માણસો રોજ વ્યાખ્યાનમાં આવતા. તદુપરાંત “સનાતન ધર્મસભા' તરફથી તથા સ્થાનિક કેટલીક શિક્ષણ સંસ્થાઓ તરફથી મહારાજશ્રીનાં જાહેર વ્યાખ્યાનો પણ રખાયાં હતાં.
ઉદયપુરમાં મહારાજશ્રીના શિષ્યો મુનિ વિદ્યાવિજયજી તથા મુનિ ન્યાયવિજયજીને અન્ય સંપ્રદાયના આચાર્યો સાથે મૂર્તિપૂજા તથા દાન અને દયાના વિષયની જાહેર ચર્ચા થઈ હતી, પરંતુ તેનું કશું પરિણામ આવ્યું નહોતું. ઉદયપુરમાં મહારાજશ્રીના પરમ ભક્ત તથા કાશીમાં પાઠશાળાનું કામ વેતન લીધા વિના કરી આપનાર શ્રી હર્ષચંદ્ર ભૂરાભાઈને દીક્ષા આપવાનો ઉત્સવ યોજવામાં આવ્યો હતો અને એમનું નામ મુનિ શ્રી જયંતવિજયજી રાખવામાં આવ્યું હતું. તથા અન્ય એક દીક્ષાર્થીને પણ આ પ્રસંગે દીક્ષા આપવામાં આવી હતી. આ મહોત્સવમાં ડૉ. ટેસિટોરી પણ પધાર્યા હતા અને સાત હજાર માણસની મેદનીમાં એમણે હિંદી ભાષામાં પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યું હતું.
ઉદયપુરનું મહારાજશ્રીનું ચાતુર્માસ યાદગાર બની ગયું. એમનાં પ્રેરક વ્યાખ્યાનોની વાત ઉદયપુરના મહારાણા ફતેહસિંહજીએ સાંભળી એટલે એમને પણ મહારાજશ્રીને મળવાનું મન થયું. દરમિયાન, મહારાજશ્રીને “શબ્દાર્થ ચિંતામણિ' નામના બૃહદ્ શબ્દકોશની જરૂર હતી, તો એની નકલ મહારાણાએ મહારાજશ્રીને પહોંચાડી હતી. મહારાજશ્રીની મુલાકાત રાજમહેલમાં ગોઠવાઈ હતી અને એના પ્રભાવરૂપે મહારાણાએ ઉદયપુર રાજ્યમાં નવરાત્રિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org