________________
૩૨૪
પ્રભાવક સ્થવિરો
વ્યાખ્યાન પછી લોકોની ખાસ અવરજવર કે ધમાલ નહોતી. એટલે મહારાજશ્રીએ આ ચાતુર્માસનો ઉપયોગ બીજી રીતે કર્યો. એમને પોતાને સ્વાધ્યાય માટે સમય ઓછો મળતો હતો એટલે એમણે પોતાનો સ્વાધ્યાય ચાલુ કર્યો અને પોતાના શિષ્યોને ‘વિશેષાવશ્યક’ વગેરે ગ્રંથોનો અભ્યાસ કરાવ્યો.
શિવગંજનું ચાતુર્માસ બીજી એક રીતે પણ યાદગાર બની ગયું, કારણ કે ભારતીય ભાષા અને સંસ્કૃતિના ઊંડા અભ્યાસી ડૉ. ટેસિટોરી મહારાજશ્રીને મળવા શિવગંજ પધાર્યા હતા. તેઓ અહીં ત્રણ દિવસ મહારાજશ્રી પાસે રોકાયા. તેઓ ઉપાશ્રયમાં વ્યાખ્યાનમાં પણ બેસતા. એમને હિંદી ભાષા આવડતી હતી. એટલે એક દિવસ એમણે મહારાજશ્રીની વિનંતીથી ઉપાશ્રયમાં હિંદી ભાષામાં જૈન ધર્મ અને સાહિત્ય વિશે વ્યાખ્યાન આપ્યું. એક વિદેશીને હિંદીમાં વ્યાખ્યાન આપતા સાંભળવા એ પણ લોકો માટે નવો જ અનુભવ હતો. ડૉ. ટેસિટોરી મહારાજશ્રી પાસે ‘ઉપદેશમાલા' તથા બીજી કેટલીક કૃતિઓમાંની કેટલીક બાબતો સમજવા માટે આવ્યા હતા. જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાન વિશે પોતાના કેટલાક પ્રશ્નોના સંતોષકારક ખુલાસા મહારાજશ્રી પાસે મેળવીને તેઓ એક દિવસ મહારાજશ્રીના શિષ્ય શ્રી ઇન્દ્રવિજયજી મહારાજ પાસે જૈન પરંપરાના ઇતિહાસ વિશે કેટલીક માહિતી મેળવવા, પાસે આવેલ ખીણાવદી ગામે ગયા હતા, કારણ કે શ્રી ઇન્દ્રવિજયજીનો જૈન ઇતિહાસનો અભ્યાસ ઘણો ઊંડો હતો. ત્યાં પણ ડૉ. ટેસિટોરીએ હિંદીમાં વ્યાખ્યાન આપ્યું હતું.
શિવગંજના શ્રાવકોનો એટલો બધો ઉત્સાહ હતો કે મહારાજશ્રીની ભલામણથી તરત મોઢું ફંડ એકત્ર કરીને તેઓએ એક લાઈબ્રેરીની સ્થાપના કરી. ગામના લોકોનો આગ્રહ એટલો બધો હતો કે લાઈબ્રેરીનું નામ ‘વિજયધર્મસૂરિ લાઈબ્રેરી' રાખવામાં આવે, પરંતુ એ માટે મહારાજશ્રીએ સ્પષ્ટ અસ્વીકાર કરી દીધો. મહારાજશ્રીએ ઘણા ગામોમાં પાઠશાળા, લાઈબ્રેરી, જ્ઞાનભંડાર, ધર્મશાળા વગેરે પ્રકારનાં કાર્યો કરાવ્યાં હતાં, પરંતુ ક્યાંય પણ એમણે એની સાથે પોતાનું નામ જોડવાની દરખાસ્તનો સ્વીકાર કર્યો નહોતો. છેવટે લોકોએ ‘જૈન લાઈબ્રેરી' એવું નામ રાખ્યું.
શિવગંજમાં ચાતુર્માસ પૂર્ણ થતાં મહારાજશ્રીએ મારવાડની મોટી પંચતીર્થોની યાત્રા કરવાનું વિચાર્યું. રસ્તામાં આવતાં વિસલપુર, પેરવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org