________________
પ્રભાવક સ્થવિરો
મહારાજશ્રીનો અવાજ કેટલો પહાડી હશે અને સારી રીતે સાંભળવા માટે લોકો કેવી શિસ્ત જાળવતા હશે તે આના ઉપરથી સમજી શકાય છે. આ વ્યાખ્યાનોમાં જોધપુરના મહારાજા ફતેહસિંહજી પોતે પધારતા હતા. વળી એમણે પોતાના પરિવાર માટે રાજમહેલમાં પણ વ્યાખ્યાન આપવા માટે મહારાજશ્રીને વિનંતી કરી હતી. મહારાજશ્રીએ પોતાના શિષ્યો સાથે રાજમહેલમાં જઈને વ્યાખ્યાન આપ્યું હતું. તદુપરાંત જોધપુરનરેશ પોતે મહારાજશ્રી પાસે બપોરે ઉપાશ્રયે આવતા અને આત્મતત્ત્વ, મોક્ષ વગેરે વિશે પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવતા.
આ સંપર્કનું એક શુભ પરિણામ એ આવ્યું કે જોધપુરનરેશ અને એમના પરિવારના સભ્યોએ શિકાર અને માંસાહારનો ત્યાગ કર્યો. બીજું શુભ પરિણામ એ આવ્યું કે જોધપુરમાં કેટલાક લોકો કબૂતર મારીને ખાતા. મહારાજશ્રીના ઉપદેશથી જોધપુરમાં કબૂતરોની હિંસા ઉપર કાયદેસર પ્રતિબંધ આવી ગયો. ત્રીજું શુભ પરિણામ એ આવ્યું કે જોધપુરનરેશે જાહેર કર્યું કે જોધપુરમાં મહારાજશ્રી દ્વારા જે સાહિત્યસંમેલન યોજવામાં આવ્યું છે, તેનો તમામ ખર્ચ જૈન સંઘ તરફથી નહિ પણ રાજ્ય તરફથી આપવામાં આવશે અને તેની વ્યવસ્થાની જવાબદારી પણ રાજ્ય ઉપાડી લેશે.
૩૨૨
જોધપુરના આ જૈન સાહિત્યસંમેલનમાં બહારગામથી એક હજાર જેટલા પ્રતિનિધિઓ આવ્યા હતા. તે દરેકની ઉતારા-ભોજનની વ્યવસ્થા જુદે જુદે સ્થળે રાજ્ય તરફથી કરવામાં આવી હતી. સંમેલનમાં પ્રતિનિધિઓ ઉપરાંત શહેરના શ્રોતાવર્ગ સહિત દસ હજાર માણસોની સંખ્યા થઈ ગઈ હતી. તે બધાંને બેસવા માટે ખુલ્લા મેદાનમાં વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો.
મહારાજશ્રી રાજપુતાનાના એજન્ટ કૅલ્વિનસાહેબને અજમેરમાં મળ્યા હતા. એમને મહારાજશ્રીએ આ સંમેલનમાં પેટ્રન તરીકે પધારવા નિમંત્રણ આપ્યું અને કૅલ્વિનસાહેબે તે સ્વીકાર્યું. ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણને પણ નિયંત્રણ આપવામાં આવ્યું હતું. મહારાજશ્રીનું નિમંત્રણ સ્વીકારી તેઓ પણ જોધપુર પધાર્યા હતા. તેમણે એક સરસ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન સંમેલનના અધિવેશનમાં આપ્યું હતું.
ત્રણ દિવસના સંમેલનમાં જુદી જુદી બેઠકોમાં જુદા જુદા વિષયો ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org