________________
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ
૩૨૧
નામના એક બ્રાહ્મણ પંડિત પણ મહારાજશ્રીના ભક્ત બન્યા હતા. તેઓ પણ રોજ વ્યાખ્યાનમાં પધારતા. બાવરમાં મહારાજશ્રીના ચાતુર્માસે જૈન-જૈનેતર વર્ગમાં ઘણો મોટો ઉત્સાહ જન્માવ્યો હતો. બાવરમાં મૂર્તિપૂજક કરતાં સ્થાનકવાસીઓની વસ્તી ઘણી મોટી હતી, પરંતુ મહારાજશ્રીનાં વ્યાખ્યાનોમાં રોજ ઘણા સ્થાનકવાસીઓ પણ ઉપસ્થિત રહેતા. મહારાજશ્રીએ ચાતુર્માસ પછી વ્યાવરથી વિહાર કર્યો ત્યારે સમગ્ર શહેરના નાગરિકો તરફથી એક વિશાળ વિદાય-સમારંભ યોજાયો હતો અને શહેરના અગ્રગણ્ય જૈન-જૈનેતર મહાનુભાવોએ સરસ વક્તવ્યો રજૂ કર્યા હતાં.
| બાવરમાં ચાતુર્માસ કરી મહારાજશ્રી અજમેર થઈ બિલાડા વગેરે ગામોમાં વિહાર કરતા કરતા સોજી પધાર્યા. મહારાજશ્રી જ્યારે સોજતમાં હતા ત્યારે જર્મનીના પ્રકાંડ વિદ્વાન, જૈન ધર્મના અભ્યાસી ડૉ. જેકોબી ભારતમાં આવવાના છે એવો એમને પત્ર મળ્યો. ડો. જેકોબી જેવા વિદેશી વિદ્વાન આવવાના હોય તો તેમને અનુકૂળ એવા સમયે જેન સાહિત્ય સંમેલન યોજવામાં આવે તો ઘણા લેખકોને અને અન્ય લોકોને લાભ મળે. જૈન સાહિત્ય સંમેલન યોજવાનું મહારાજશ્રીએ નક્કી કર્યું. સોજતના સંઘે એ માટેની બધી આર્થિક જવાબદારી અને વ્યવસ્થા માટે ઉત્સાહપૂર્વક તૈયારી બતાવી, પરંતુ મહારાજશ્રીને લાગ્યું કે આટલા વિશાળ સમુદાયની સગવડ સોજત જેવા નાના ગામમાં નહિ થઈ શકે. વળી રેલવે-સ્ટેશન ગામથી ઘણું જ દૂર છે એટલે પણ અગવડ પડવાનો સંભવ હતો. દરમિયાન જોધપુરના સંઘનો આગ્રહ થયો કે સંમેલન જોધપુરમાં યોજવામાં આવે. એટલે મહારાજશ્રીએ ત્યાં જ યોજવાનો નિશ્ચય કર્યો અને તે મુજબ વિહાર કરી તેઓ જોધપુર પધાર્યા.
વિ. સં. ૧૯૭૦ (ઈ. સ. ૧૯૧૪)માં માર્ચ મહિનાની તારીખ ત્રણ, ચાર, પાંચના રોજ આ સંમેલન યોજવાની જાહેરાત થઈ. ડૉ. જેકોબીને સોજત નહિ પણ જોધપુર પધારવા માટે વિનંતી થઈ.
જોધપુરમાં આવીને મહારાજશ્રીએ ઉપાશ્રયમાં પોતાનાં વ્યાખ્યાનો ચાલુ કર્યો, પરંતુ બહાર જાહેરમાં વ્યાખ્યાનો આપવા માટે એટલી બધી અન્ય લોકોની માગણી થઈ કે રોજ સાંજે એમનાં જાહેર વ્યાખ્યાનો ગોઠવાયાં. તેમને સાંભળવા માટે પાંચથી સાત હજાર માણસો આવતા. માઇક્રોફોન વગરના એ દિવસમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org