________________
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ
૩૨૩
નિબંધો વંચાયા હતા. તદુપરાંત કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓનાં પ્રવચનો પણ ગોઠવાયાં હતાં. પ્રત્યેક સભાને અંતે મહારાજશ્રી તે બેઠકના ઉપસંહારરૂપે પોતાનું વક્તવ્ય રજૂ કરતા. છેલ્લે દિવસે છેલ્લી બેઠકમાં મહારાજશ્રીનું મુક્તિના વિષય ઉપર સ્વતંત્ર વ્યાખ્યાન પણ રાખવામાં આવ્યું હતું.
આમ મહારાજશ્રીની નિશ્રામાં જોધપુરમાં મળેલું જૈન સાહિત્ય સંમેલન એક અભૂતપૂર્વ ઐતિહાસિક ઘટના બની ગયું.
જોધપુરના સાહિત્ય સંમેલન પછી મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી ઓસિયા પધાર્યા. ઓસિયાં પ્રાચીન ઐતિહાસિક નગરી છે. ત્યાં રહી મહારાજશ્રીએ કેટલુંક સંશોધનકાર્ય કર્યું. તદુપરાંત ત્યાં એક માતાજીના મંદિરમાં ચડાવાતા પશુબલિની પ્રથા બંધ કરાવી.
ઓસિયાંથી વિહાર કરતાં કરતાં મહારાજશ્રી પાલી નગરમાં પધાર્યા. અહીં અન્ય એક સંપ્રદાયના મુનિઓ સાથે દાન અને દયાના પ્રશ્નની શાસ્ત્રચર્ચા થઈ. એ વખતે મહારાજશ્રીના વિદ્વાન શિષ્ય શ્રી વિદ્યાવિજયજીએ એ સંપ્રદાયના મુનિઓને પૂછવા માટે તૈયાર કરેલા ત્રેવીસ પ્રશ્નોના ઉત્તર તેઓ આપી શક્યા નહિ.
પાલીથી વિહાર કરતાં કરતાં મહારાજશ્રી શિવગંજ પધાર્યા. શિવગંજ એક નાનું ગામ છે. ત્યાં જૈનોનાં ઘર પણ વધારે નહોતાં. પરંતુ ત્યાંના જે જેનો હતા તેમનો ભક્તિભાવ એટલો બધો હતો કે મહારાજશ્રી ધાર્યા કરતાં વધુ દિવસ રોકાયા. મહારાજશ્રીની ઇચ્છા વિહાર કરીને, આબુતીર્થની જાત્રા કરીને ગુજરાતમાં ચાતુર્માસ કરવાની હતી, પરંતુ શિવગંજના ભાઈઓનો એટલો બધો આગ્રહ થયો કે મહારાજશ્રીએ ત્યાં ચાતુર્માસ કરવાની સંમતિ આપી. મહારાજશ્રીએ એવો વિચાર ન કર્યો કે પોતે એક મહાન જૈનાચાર્ય છે અને એમનાં વ્યાખ્યાનોમાં હજારો માણસો આવે છે. એ જોતાં તો શિવગંજ ઘણું બધું નાનું ક્ષેત્ર ગણાય. એમણે લોકોનો ભાવ જોયો અને સંમતિ આપી દીધી.
પરંતુ શિવગંજમાં પોતાના બધા જ શિષ્યોને રોકાવાની કોઈ જ આવશ્યકતા નહોતી એટલે તેઓને સાદડી, બાલી, ખીવાણદી વગેરે ગામોમાં ચાતુર્માસ માટે મોકલી આપ્યા. શિવગંજમાં સવારના ઉપાશ્રયમાં નિયમિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org