________________
૩૩૦
પ્રભાવક સ્થવિરો
કુંવરજી આણંદજી કાપડિયા ઊભા થયા. એમણે આભારવિધિનો આરંભ કરતાં એટલા જ શબ્દો કહ્યા: “અમારા ધર્મગુરુ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે.' ત્યાં તો સભામાં ઘણા શ્રોતાઓ બોલી ઊઠ્યા, “તમારા જૈનોના ધર્મગુરુ નહિ, આપણા બધાના ધર્મગુરુ છે. અમારા પણ એ ધર્મગુરુ છે. આથી કુંવરજીભાઈએ તરત જ સહર્ષ પોતાના શબ્દો સુધારી લીધા અને કહ્યું, “આપણા બધાના ધર્મગુરુ શ્રી વિજયધર્મ-સૂરીશ્વરજી..” આ દૃશ્ય ખરેખર જોવા જેવું હતું. એ સમયે નજરે એ દશ્ય જોનાર કહેતા કે ખરેખર અત્યંત ભાવવાહી એ દશ્ય હતું. જૈન-જૈનેતરની એકતાના પ્રતીકરૂપ એ દૃશ્ય હતું.
ભાવનગરમાં મહારાજશ્રી દ્વારા જે ભિન્નભિન્ન પ્રવૃત્તિઓ થઈ તેમાં એક મહત્ત્વની પ્રવૃત્તિ તે કાશીમાં એમની પ્રેરણાથી સ્થપાયેલી “શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા' નામની સંસ્થાનું મુખ્ય કેન્દ્ર ભાવનગરમાં રાખવાનું નક્કી થયું અને ગ્રંથ-પ્રકાશનની પ્રવૃત્તિ ભાવનગરથી હાથ ધરવામાં આવી.
ભાવનગરથી વિહાર કરી મહારાજશ્રી ઘોઘા, ત્રાપજ, તળાજા, દાઠા, મહુવા, સાવરકુંડલા વગેરે સ્થળોએ પધાર્યા. પોતાના આ સુપુત્રનું ઘણાં વર્ષો પછી મહુવામાં પુનરાગમન થતાં ઠેર ઠેર હજારો માણસોએ ભાવભીનું સ્વાગત
ક્યું. મહારાજશ્રીની પ્રતિભા એવી અનોખી હતી કે એમના સંપર્કમાં આવનાર જૈન-જૈનેતર સર્વનાં હૃદયને સ્પર્યા વગર રહે નહિ. મહુવામાં તેમનું જાહેર વ્યાખ્યાન હતું ત્યારે ડૉ. ટેસિટોરી પણ પધાર્યા હતા. એ વખતે તળાજાના વહીવટદાર મિ. સેમ્યુઅલ પણ આવ્યા હતા. તેઓ પણ મહારાજશ્રીને ઘણી વાર મળ્યા હતા. પોતાના જીવન ઉપર પડેલા મહારાજશ્રીના પ્રભાવનો ઉલ્લેખ કરતાં જાહેર સભામાં એમની આંખમાંથી દડ-દડ આંસુ વહેવા લાગ્યાં હતાં. મહુવાના મેજિસ્ટ્રેટ પારસી સજ્જન શ્રી અરદેશર સોનાવાલા પણ મહારાજશ્રીથી બહુ પ્રભાવિત થયા હતા. એમણે જૈન ધર્મનો ઊંડો અભ્યાસ કર્યો અને શુદ્ધ શાકાહારી બની ગયા હતા.
મહુવામાં મહારાજશ્રીએ શ્રી યશોવૃદ્ધિ બાલાશ્રમની તથા કુંડલામાં કેળવણી મંડળની સ્થાપના કરાવી હતી.
મહુવાથી મહારાજશ્રી રાજકોટ, જૂનાગઢ, માંગરોળ વગેરે સ્થળે વિહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org