________________
૩૧૯
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ રીતે અંગ્રેજો બૂટ-મોજાં પહેરીને આબુના જૈન મંદિરમાં જતા હતા.
મહારાજશ્રી જ્યારે આગ્રાથી મારવાડ તરફ વિહાર કરતા હતા ત્યારે એમને વિચાર આવ્યો કે અજમેરમાં એજન્ટ ટુ ધ ગવર્નર જનરલની ઓફિસ છે. તે વખતે એજન્ટ હતા મિ. કેલ્વિન. એમની આગળ જો બરાબર રજૂઆત કરી હોય તો તેઓ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાને, વાઇસરોયને બરાબર સલાહ આપી શકે અને તેઓ આ વિષયમાં કાયદો કરી શકે. વળી મહારાજશ્રીને એવો પણ વિચાર આવ્યો કે તુંડમિજાજી અને દેશી લોકો પ્રત્યે તુચ્છકાર અને અપમાનની નજરે જોનારા અંગ્રેજ શાસકોને જો બીજા કોઈ પ્રતિષ્ઠિત અંગ્રેજ તરફથી કહેવામાં આવે તો તેની અસર વધુ થાય. તે વખતે ઇંગ્લેન્ડમાં રહેતા - અને જૈન સાહિત્યમાં રસ ધરાવનાર અને જેન હસ્તપ્રતોની માહિતી માટે પ્રયત્નશીલ રહેનાર, ઇન્ડિયા ઑફિસ લાઈબ્રેરીના અધ્યક્ષ ડો. થોમસ સાથે મહારાજશ્રી પ્રત્યે ઘણો આદર હતો. તેઓ પરસ્પર મળ્યા નહોતા, પણ પત્રવ્યવહારમાં ડૉ. થોમસની લાગણી વ્યક્ત થતી. મહારાજશ્રીએ વિચાર્યું કે પોતે કેલ્વિનસાહેબ સાથે સીધી વાત કરે અને તરત તેનો ઇન્કાર થઈ જાય તો ફરી પાછી વાત ઉપાડી શકાશે નહિ. એટલે એમણે આબુના જિનમંદિરની આખી પરિસ્થિતિ સમજાવતો વિગતવાર પત્ર ડૉ. થોમસને લખ્યો અને વિનંતી કરી કે તેઓ કૅલ્વિન સાહેબને આ બાબતમાં સમજાવે. ત્યારપછી પોતે કૅલ્વેિનસાહેબને મળશે. એ દિવસોમાં જહાજ મારફત લંડન પત્ર પહોંચતાં દોઢ-બે મહિના તો લાગી જતા. એટલે ડૉ. થોમસનો પત્ર કૅલ્વેિનસાહેબને મળી જાય તે પછી પોતે તેમને મળે.
ડૉ. થોમસનો જવાબ મહારાજશ્રીને મળી ગયો. તેમણે સર કૅલ્વેિનસાહેબને પત્ર લખી દીધો છે, એવું જણાવ્યું ત્યારપછી મહારાજશ્રીએ સર કૅલ્વેિનસાહેબને પત્ર લખીને મુલાકાત માટે સમય માગ્યો. ઈ. સ. ૧૯૧૩ના માર્ચ મહિનાની ૨૦મી તારીખે પોણાઅગિયાર વાગે અજમેરમાં મુલાકાતનો સમય આપવામાં આવ્યો. મહારાજશ્રી પોતાના કેટલાક શિષ્યો સાથે તથા રાજસ્થાનના કેટલાક અગ્રણીઓ સાથે કેલ્વિનસાહેબને મળવા ગયા.
સર કૅલ્વિને મહારાજશ્રીને કહ્યું કે, “આબુના જિનમંદિર અંગે ઇન્ડિયા ઑફિસ લાઈબ્રેરીના મુખ્ય ગ્રંથપાલ ડો. થોમસનો પત્ર મારા ઉપર આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org