________________
૩૧૮
પ્રભાવક સ્થવિરો
સાક્ષીમાં શાસ્ત્રાર્થ શરૂ કર્યો, પણ તર્કયુક્ત રીતે શાસ્ત્રાર્થ કરવાનું ન ફાવતાં ટૂંઢક મુનિઓ અડધેથી સભા છોડીને ચાલ્યા ગયા. એથી ત્યાંનાં છાપાંઓમાં બ્રાહ્મણ પંડિતોએ ટીકા કરી હતી. કિશનગઢમાં રણજિતમલજી નાહટા નામના શ્રેષ્ઠીએ પોતાના અંગત ભંડારમાંથી મહારાજશ્રીને ઘણી બધી અમૂલ્ય હસ્તપ્રતો ભેટ આપી હતી. કિશનગઢથી મહારાજશ્રી અજમેર પધાર્યા. અહીં એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના બની.
મહારાજશ્રીનો જમાનો એ અંગ્રેજોની સર્વોપરીતાનો જમાનો હતો. અંગ્રેજોએ પોતાના રાજ્યશાસનકાળ દરમિયાન ભારતની પ્રજાને ગુલામ બનાવી દીધી હતી અને માનસિક રીતે એવી કચડી નાખી હતી કે અંગ્રેજોને કશું કહી શકાતું નહિ. તેમાં પણ અંગ્રેજો હિંદુઓનાં, જેનોનાં કે મુસલમાનોનાં ધર્મક્ષેત્રોમાં પણ પોતાની સત્તા વાપરીને મનસ્વીપણે વર્તતા હતા. સત્તા આગળ કોઈનું ચાલતું નહિ. લોકો બહુ ડરી ગયા હતા.
આબુમાં દેલવાડાનાં સુપ્રસિદ્ધ જિનમંદિરમાં એવી ઉત્તમ પ્રકારની કલાકારીગરી છે કે તે જોવા જવાનું મન અંગ્રેજોને થયા વગર રહે નહિ. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઠંડી વગેરેને કારણે તથા એવી જીવનશૈલીને કારણે પગમાં બૂટ-મોજાં પહેર્યા વગર ઘરમાં ફરાય નહિ. ભોજન જમતી વખતે પગમાં બૂટ-મોજાં પહેર્યા હોય અને દેવળમાં પ્રાર્થના કરતી વખતે પણ તે પહેર્યા હોય. અંગ્રેજો ભારતમાં પણ તે પ્રમાણે જ રહેતા અને તેથી જેન કે હિંદુ મંદિરોમાં બૂટ-મોજાં પહેરીને દાખલ થતા તો તેમને કોઈ અટકાવી શકતું નહિ. સત્તાને કારણે તેઓનો એવો તે વખતે રુઆબ હતો. પ્રજા પણ ગરીબ, લાચાર અને ગભરુ હતી.
અંગ્રેજો ઉનાળામાં અને અન્ય ઋતુઓમાં પણ આવશ્યકતા અનુસાર ઊંચા પર્વતોમાં રહેવા ચાલ્યા જતા. તેવી રીતે આબુ પર્વત ઉપર પણ તેઓએ પોતાનું કાયમનું મથક સ્થાપ્યું હતું અને તેથી દેલવાડાના જિનમંદિરમાં આવનાર અંગ્રેજોની અવરજવર વધી ગઈ હતી. અંગ્રેજો બૂટ-મોજાં પહેરીને મંદિરમાં આવતા તેની સામે જેનોએ પોતાની મૌખિક અને લેખિત નારાજગી વખતોવખત દર્શાવી હતી અને તે સમયે જેન શ્વેતામ્બર કૉન્ફરન્સે પણ કેટલાક પ્રયત્નો કર્યા હતા છતાં તેનું કશું પરિણામ આવ્યું નહોતું. ચાર-પાંચ દાયકાથી આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org