________________
૩૧૬
પ્રભાવક સ્થવિરો
ખાતાં ખાતાં મૃત્યુ પામતાં. વળી કાશીમાં માતાજીના મંદિરમાં લોકો જીવતા પશુનો ભોગ ધરાવતા. પૂજારીઓ ધરાવેલાં એટલાં બધાં પશુઓ જાતે ખાઈ શકે નહિ એટલે કેટલાંક પશુને તેઓ જીવતાં લઈ જઈને કસાઈને વેચી દેતા. પશુઓની કતલનો મોટો વેપાર કાશી જેવા પવિત્ર ધામમાં ચાલતો એ મહારાજશ્રી માટે અસહ્ય થઈ પડ્યું. એમણે જોયું કે કાશીમાં પશુવધ બંધ કરાવવાની જરૂર છે તથા પશુશાળા (પાંજરાપોળ) બંધાવવાની જરૂર છે. મહારાજશ્રીને તો એ વાતનો ખેદ થયો કે કાશીના કેટલાક વૈષ્ણવોને અને બ્રાહ્મણોને એવું બોલતાં એમણે સાંભળ્યા હતા કે, ‘બકરી તો દૂધ આપે, પણ બકરો શા કામનો ? એટલે બફરાનો ભોગ ધરાવવામાં આવે કે કસાઈ કાપે એમાં શો વાંધો હોઈ શકે ?'
પશુશાળા (પાંજરાપોળ)ની બાબત એવી હતી કે એમાં કોઈ ધાર્મિક મતભેદને અવકાશ નહોતો. મહારાજશ્રીએ એ માટે કાશીના પંડિતોનો સહકાર મેળવ્યો. વળી કાશીનરેશને પણ એમણે આ કાર્યમાં સહાય કરવા અરજ કરી. કાશીનરેશે આ વાત સ્વીકારી. વળી મુસલમાનો પણ આ કાર્યમાં જોડાયા. કાશીમાં પશુઓ માટે ગુજરાતની પાંજરાપોળ જેવી સંસ્થાની સ્થાપના પહેલી વાર થતી હતી. એ માટે ગંગા નદીના એક ઘાટ ઉપર વિશાળ જગ્યા પણ મળી ગઈ. મહારાજશ્રીએ પશુશાળાને જૈનોની કોઈ એક સંસ્થા તરીકે નહિ, પણ એક સાર્વજનિક સંસ્થા તરીકેનું સ્વરૂપ આપ્યું અને રક્ષક સમિતિમાં હિંદુ અને જૈન ઉપરાંત મુસલમાન અને ખ્રિસ્તી સભ્યોને પણ લેવામાં આવ્યા. આથી આ સંસ્થાને બધાનો સહકાર મળવા લાગ્યો.
આમ, કાશીમાં શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા તથા પશુશાળા એ બે મહારાજશ્રીની મહત્ત્વની સંસ્થાઓ બની ગઈ. એ બંને સંસ્થાઓ માટે મુંબઈ, ગુજરાત અને અન્ય પ્રદેશોમાંથી દાનનો સારો પ્રવાહ વર્ષો સુધી મળતો રહ્યો હતો.
મહારાજશ્રીને ગુજરાત છોડ્યાંને ઘણાં વર્ષ વીતી ગયાં હતાં. હવે તેમને ગુજરાત તરફ પ્રયાણ કરવું હતું. પરંતુ કાશીના લોકો તેમને જવા દેતા નહોતા. છેવટે બે ચાતુર્માસ કરી તેઓ પાછા ફરશે એવી શરતે તેમણે કાશી છોડ્યું. કાશીથી વિદાય થતી વેળાએ મોટો સમારંભ યોજાયો હતો. કેટલાંયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org