________________
પ્રભાવક સ્થવિરો
પંડિતોના, વિદ્વાનોના સંપર્કમાં આવ્યા, એથી ઘણા અજૈન વિદ્વાનો, પંડિતોને જૈન ધર્મના તત્ત્વસિદ્ધાંતોમાં રસ પડ્યો હતો.
મહારાજશ્રી જેમ જેમ અજૈન વિદ્વાનોના સંપર્કમાં આવતા ગયા તેમ તેમ એક વાત એમને સમજાતી ગઈ કે ઘણા એવા પંડિતો અને વિદ્વાનો છે જેમને સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલા સમર્થ જૈન સાહિત્યની કશી જ માહિતી નથી. કેટલાકને હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્યનાં નામની કદાચ ખબર હોય, કે એમની કેટલીક કૃતિઓનાં નામની ખબર હોય તો પણ એમનું સાહિત્ય તેઓએ વાંચ્યું ન હોય. અર્જુન પંડિતોની જૈન ધર્મ કે તત્ત્વજ્ઞાન વિશેની કેટલીક ગેરસમજ આ પ્રકારના વાંચનને અભાવે છે એમ મહારાજશ્રીને સમજાયું. આવું સમર્થ જૈન સાહિત્ય ઘણું–ખરું હસ્તપ્રતોમાં–પોથીઓમાં હતું. એ જો છપાવીને સુલભ કરવામાં આવે તો તેથી જૈન અને અર્જુન એવા તમામ સાધુ-સંન્યાસીઓ, પંડિતો, શિક્ષણક્ષેત્રના વિદ્વાનોને લાભ થાય. એ આશાથી મહારાજશ્રીએ વિ. સં. ૧૯૬૦માં એક ગ્રંથપ્રકાશનશ્રેણી ચાલુ કરવાનું વિચાર્યું. એ શ્રેણીનું શું નામ આપવું એનો વિચાર કરતાં દેખીતી રીતે જ છેલ્લા સમર્થ જ્ઞાની, કાશીમાં જ અભ્યાસ કરનાર એવા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનું નામ જ યાદ આવે. એટલે પાઠશાળા તરફથી પ્રકાશિત થનાર એ ગ્રંથશ્રેણી માટે પણ, ‘શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા' એવું નામ મહારાજશ્રીએ રાખ્યું. ગ્રંથપ્રકાશન માટે ફંડ એકત્ર થતાં દસેક વર્ષના ટૂંકા ગાળામાં મહારાજશ્રીએ હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી વગેરેના મળીને પચાસેક જેટલા ગ્રંથો પ્રગટ કર્યા. દેશવિદેશમાં એ ગ્રંથો પહોંચતાં જૈન સાહિત્યનો અભ્યાસ વધ્યો અને વિદેશોનાં જર્નલમાં એની નોંધ લેવાઈ અને હર્મન જેકોબી, હર્ટલ, ગોરીનોટ, થૉમસ, રુડોલ્ફ, ચાર્લ્સ ઍલિયટ, બેલોની ફિલ્પી, ફિનોર, ફિલીપી મિસ ક્રોઝ વગેરે સંખ્યાબંધ વિદેશી વિદ્વાનોએ જૈન સાહિત્યની મુક્ત કંઠે પ્રશંસા કરી. જૈન કાવ્યસાહિત્ય, કથાસાહિત્ય વગેરે માટે હર્ટલ વગેરે વિદ્વાનોએ ઉચ્ચ અભિપ્રાયો દર્શાવ્યા અને અન્ય સાહિત્ય કરતાં જૈન સાહિત્યની વિશિષ્ટતા શી છે તે પણ પોતાના લેખો-અવલોકનોમાં તેઓ બતાવવા લાગ્યા.
આ ગ્રંથશ્રેણીઓ દ્વારા ગ્રંથો પ્રકાશિત થતાં ઉત્તર ભારત, બંગાળ, રાજસ્થાન વગેરેની પ્રાંતીય સરકારોએ કે દેશી રાજ્યોએ પોતાના પ્રકાશન
૩૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org