________________
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ
૩૧૩
સંશોધન-સંપાદનનું એટલું અભૂત કાર્ય કર્યું હતું કે કાશી, નાંદિયા, કલકત્તા, મિથિલા વગેરે પ્રદેશના સવાસો જેટલા વિદ્વાનો તરફથી જૈન અગ્રણીઓના સહકાર સાથે મહારાજશ્રીને કાશીનરેશના હસ્તે ભવ્ય સમારોહપૂર્વક શાસ્ત્રીવિશારદ જૈનાચાર્ય'ની પદવી વિ. સં. ૧૯૬૪ના ભાદરવા માસમાં આપવામાં આવી હતી. સંસ્કૃત ભાષામાં એમને માનપત્ર આપવામાં આવ્યું હતું. આ અવસર પર કલકત્તાના મહોપાધ્યાય સતીશચંદ્ર વિદ્યાભૂષણે અંગ્રેજી ભાષામાં પ્રેરક પ્રવચન કર્યું હતું. દેશ-વિદેશથી ડો. હર્મન જેકોબી વગેરેના અભિનંદન-સંદેશાઓ આવ્યા હતા. કાશીનો આ પદવી-પ્રદાન-પ્રસંગ એક યાદગાર પ્રસંગ બની ગયો હતો.
જૈન ધર્મ ઉપરાંત હિંદુ ધર્મના જ્ઞાતા તરીકે, ષડ્રદર્શનના અભ્યાસી તરીકે મહારાજશ્રીની ખ્યાતિ ચોમેર પ્રસરી હતી. એટલે જ વિ. સં. ૧૯૬૫માં કલકત્તામાં જ્યારે સર્વધર્મ પરિષદ-Convention of Religious in Indiaની સ્થાપના થઈ અને એનું પ્રથમ અધિવેશન યોજાયું, ત્યારે તેના મંત્રી બાબુ શારદાચરણ મિત્રે મહારાજશ્રીને તેમાં ભાગ લેવા માટે તથા જૈન ધર્મ વિશે વ્યાખ્યાન આપવા માટે નિમંત્રણ આપ્યું હતું. પરંતુ મહારાજશ્રી કાશીથી કલકત્તા જઈ શકે તેમ નહોતા એટલે એમણે એ પરિષદ માટે “જેનતત્ત્વ' એ વિષય ઉપર નિબંધ લખ્યો હતો અને પોતાના એક પ્રતિનિધિને કલકત્તા મોકલીને એ પરિષદમાં નિબંધ વંચાવ્યો હતો. એ નિબંધની શ્રોતાઓ ઉપર ઘણી સારી છાપ પડી હતી.
એથી જ વિ. સં. ૧૯૬૬માં જ્યારે અલાહાબાદમાં સર્વધર્મ પરિષદનું બીજું અધિવેશન યોજવામાં આવ્યું ત્યારે મહારાજશ્રીને ત્યાં પધારવા માટે ઘણો આગ્રહ થયો. મહારાજશ્રીએ વિચાર્યું કે કાશીથી અલાહાબાદ વિહાર કરીને પહોંચી શકાય એમ છે એટલે તેઓ પોતાના શિષ્યો સાથે ત્યાં પધાર્યા હતા અને એ અધિવેશનમાં એમણે “જૈન શિક્ષા” વિશે નિબંધ વાંચ્યો હતો. આ નિબંધની અને મહારાજશ્રીએ રજૂ કરેલા વક્તવ્યની ઘણી સારી છાપ પડી હતી. અધિવેશનના પ્રમુખ દરભંગાના મહારાજશ્રી હતા અને એમણે પણ મહારાજશ્રીના વક્તવ્યની ઘણી પ્રશંસા કરી હતી.
આમ મહારાજશ્રીએ આ અધિવેશનમાં ભાગ લીધો એથી તેઓ ઘણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org