________________
૩૧૨
પ્રભાવક સ્થવિરો
પાઠશાળાની આ ચિંતાજનક પરિસ્થિતિના સમાચાર એક બાજુ જેમ મહારાજશ્રીને મળતા ગયા તેમ બીજી બાજુ મુંબઈના મુખ્ય દાતાઓ શ્રી વીરચંદ દીપચંદ તથા ગોકુળભાઈ મૂળચંદને પણ મળતા ગયા. તેઓએ મહારાજશ્રીને સંદશો કહેવડાવ્યો કે, ‘આપ કાશી તરત પધારો અને પાઠશાળાનું સુકાન પાછું બરાબર સંભાળી લો.’
•
પરંતુ એ દિવસોમાં પત્રવ્યવહાર સિવાય બીજો કોઈ સંપર્ક ઝડપી નહોતો. વળી મહારાજશ્રી પાવાપુરી તરફ નાનાં ગામડાંઓમાં વિચરતા હતા. શેઠ વીરચંદભાઈ વયોવૃદ્ધ હતા. તો પણ તેમણે તથા ગોકુળભાઈ મૂળચંદના સુપુત્ર મણિભાઈએ કાશી (બનારસ) જવાનો વિચાર કર્યો...પરંતુ ત્યાં તો સમાચાર આવ્યા કે મહારાજશ્રીએ કાશી તરફ વિહાર ચાલુ કરી દીધો છે.
મહારાજશ્રી સમેતશિખરના પહાડ ઉપર પડી ગયા હતા. એ વખતે પગની જે નસ ઉ૫૨ ઈજા થઈ હતી ત્યાં જ પાછી પીડા ઊપડી અને સોજો આવ્યો. એટલે મહારાજશ્રીને ચાલવાની તકલીફને લીધે પંદરેક દિવસ વિહાર મુલતવી રાખવો પડ્યો. ત્યાર પછી વિહાર કરતાં કરતાં મહારાજશ્રીએ સં. ૧૯૬૪ના અખાત્રીજના દિવસે કાશીમાં પ્રવેશ કર્યો. કાશીનરેશે એમના પ્રવેશ વખતે ભવ્ય સામૈયું કર્યું. મહારાજશ્રી પાછા પધારતાં કાશીની પાઠશાળામાં ઉત્સાહનું વાતાવરણ ફરી વળ્યું. મહારાજશ્રીને કાશીના પંડિતો અને બીજા લોકો ‘બાબાજી’ તરીકે ઓળખતા હતા. તેઓ બોલવા લાગ્યા કે, ‘બાબાજી પાછા આવી ગયા છે એટલે પાઠશાળા હવે ફરી પાછી સારી ચાલશે એમાં શંકા નથી.’
એ જ પ્રમાણે થયું. મહારાજશ્રીના આગમનથી પાઠશાળા પુનર્જીવિત થઈ થોડા વખતમાં જ છ-સાત વિદ્યાર્થીઓમાંથી સાઠ-સિત્તેર વિદ્યાર્થીઓની સંખ્યા થઈ ગઈ. બધાનો અભ્યાસ વ્યવસ્થિત અને સારી રીતે ચાલવા લાગ્યો. પંડિતો નિયમિત આવવા લાગ્યા. વળી હવે મહારાજશ્રીની ખ્યાતિ પણ સમગ્ર ભારતમાં અને વિદેશમાં એટલી વધી ગઈ હતી કે થોડે થોડે દિવસે દેશ-વિદેશના કોઈક ને કોઈક મહાનુભાવો, પંડિતો, પ્રાધ્યાપકો, કલેક્ટરો વગેરે પાઠશાળાની મુલાકાતે પધાર્યા જ હોય.
કાશીમાં મહારાજશ્રીએ સંસ્કૃત, પ્રાકૃત ભાષાનો અભ્યાસ કરવા-કરાવવાનું, તેજસ્વી વિદ્યાર્થીઓ તૈયાર કરવાનું, અપ્રકાશિત ગ્રંથોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org