________________
૩૧૦
પ્રભાવક સ્થવિરો
છતાં મયું નહિ, એથી મહારાજશ્રીને ત્યાં જ રોકાઈ જવું પડ્યું. તેમનાથી બિલકુલ ચલાતું નહોતું. એ વખતે એક પહાડી માણસે બતાવેલી ઔષધિથી કંઈક ફરક પડવા લાગ્યો.
એમ કરતાં લગભગ એક મહિનો મહારાજશ્રીને સમેતશિખરમાં રોકાઈ જવું પડ્યું. ટ્રેન દ્વારા આવેલા વિદ્યાર્થીઓ તો પાછા ચાલ્યા ગયા હતા, પરંતુ બાકીના વિદ્યાર્થીઓ માટે કરેલી નાણાંની વ્યવસ્થા પૂરી થઈ ગઈ. નાણાંની તાત્કાલિક જરૂર પડી. એટલે મહારાજશ્રીને મુંબઈ સંદેશો મોકલાવીને પોતાના એક ભક્ત પાસેથી નાણાં મંગાવવા પડયાં હતાં.
પગની તકલીફ છતાં મહારાજશ્રી સમેતશિખરમાં વ્યાખ્યાન આપતા રહ્યા હતા. એક વખત કલકત્તાના કેટલાક શ્રેષ્ઠીઓ ત્યાં જાત્રા કરવા આવ્યા હતા. તેમણે મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળ્યું. તેઓ બહુ પ્રભાવિત થયા. વ્યાખ્યાન સાંભળવા માટે તેઓ ત્યાં વધુ દિવસ રોકાયા. તેમને એટલો બધો રસ પડ્યો કે મહારાજશ્રીને તરત કાશી પાછા ન ફરતાં કલકત્તા પધારવા નિમંત્રણ આપ્યું. મહારાજશ્રીએ એમનું નિમંત્રણ સ્વીકાર્યું અને પોતાની તબિયત સારી થતાં એમણે શિષ્યો અને વિદ્યાર્થીઓ સાથે કલકત્તા તરફ વિહાર કર્યો.
સમેતશિખરથી વિહાર કરી મહારાજશ્રી કલકત્તા પધાર્યા. એ જમાનામાં કલકત્તામાં જૈન મુનિઓનો વિહાર નહોતો એટલે મહારાજશ્રી જેવા ખ્યાતનામ મહાત્માનો ચાતુર્માસ માટે લાભ મળે એ ઘણી મોટી ઘટના હતી. કલકત્તાના શ્રાવકોમાં તો એથી બહુ આનંદોલ્લાસ વ્યાપી ગયો, એટલું જ નહિ જેનેતર વિદ્વાનો પણ એમને મળવા માટે આવવા લાગ્યા. મહારાજશ્રીના સંસ્કૃત ભાષા પરના અસાધારણ પ્રભુત્વથી તેઓ પ્રભાવિત થયા હતા. મનુસ્મૃતિના માંસભક્ષણના દોષ વિશેના વિધાનનો વ્યાકરણની દૃષ્ટિએ મહારાજશ્રીએ સાચો અર્થ કરી બતાવ્યો હતો. કલકત્તામાં કાલિમાતાને પશુ–બલિ ચડાવવામાં આવતાં. એક વિદ્વાને આવીને કહ્યું કે, “દુર્ગાસપ્તતિ'માં “પશુપુષ્પગંધેશ્વ' એ પ્રમાણે પશુનો બલિ ચડાવવાનો સ્પષ્ટ નિર્દેશ છે. ત્યારે મહારાજશ્રીએ સામું પૂછ્યું કે “તમે પુષ્પની પાંદડીઓ તોડીને અને ટુકડા કરીને ચડાવો તો માતાજી પ્રસન્ન થાય કે અખંડિત પુષ્પ ચડાવો તો પ્રસન્ન થાય ?' વિદ્વાને કહ્યું કે “અખંડિત પુષ્પ ચડાવવું જોઈએ.” એટલે મહારાજશ્રીએ કહ્યું કે “એવી જ રીતે માતાજીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org