________________
૩૦૮
પ્રભાવક સ્થવિરો
સમેતશિખર, પાવાપુરી વગેરે તીર્થોની યાત્રા કરવા માટે પ્રયાણ કરવાનું નક્કી કર્યું.
મહારાજશ્રી સાથે એમના ચાર શિષ્યો હતા, તદુપરાંત એમની પાઠશાળાના ઘણા વિદ્યાર્થીઓએ પણ એમની સાથે પગપાળા આવવાનો ઉત્સાહ બતાવ્યો, પરંતુ એમાંથી વીસ વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા કે જેઓ પગપાળા પ્રવાસનું કષ્ટ ઉઠાવી શકે. બીજા વીસ વિદ્યાર્થીઓ એવા પસંદ કરવામાં આવ્યા કે જેઓ રેલવે દ્વારા પટના સ્ટેશને આવી પહોંચે અને ત્યાંથી પગપાળા યાત્રામાં જોડાય.
જે દિવસોમાં મહારાજશ્રીએ આ વિહાર વિચાર્યો હતો તે દિવસોમાં ગુજરાત-રાજસ્થાન બાજુથી ટ્રેન દ્વારા પણ સમેતશિખરની યાત્રા કરવાનું એટલું પ્રચારમાં નહોતું, એટલી સુવિધા પણ નહોતી. ઊલટીની તકલીફો ઘણી હતી. એ જમાનામાં બિહાર–બંગાળમાં જૈન સાધુના વિહારની કલ્પના પણ કરવી સહેલી નહોતી, કારણ કે સેંકડો માઈલો સુધી જેનોનાં કોઈ ઘરો નહોતાં, એટલું જ નહિ પણ ક્યાંક ક્યાંક તો જંગલોમાં કે નિર્જન વેરાનમાં પંદર-પચ્ચીસ માઈલના વિસ્તારમાં કોઈ ગામો પણ આવતાં નહિ.
સં. ૧૯૬૨નું ચાતુર્માસ પૂર્ણ કરીને મહારાજશ્રીએ કાશીથી પ્રયાણ કર્યું. કાશીનરેશે તથા કાશીના એક શ્રીમંત જૈન શ્રેષ્ઠીએ ખર્ચ માટેની રકમની જોગવાઈ કરી આપી. મહારાજશ્રીનો પ્રભાવ એવો હતો કે બનારસના ગોરા કલેક્ટરને આ કષ્ટમય વિહારની જાણ થતાં તેમણે વિદ્યાર્થીઓને પોલીસ ખાતા ઉપર એવો ભલામણપત્ર લખી આપ્યો કે જ્યાં જ્યાં તેઓ રાત્રિમુકામ કરે ત્યાં સ્થાનિક પોલીસ દ્વારા તેમને રક્ષણ મળે. આ વિહારમાં બધે જ રહેઠાણની સગવડ મળવાની નહોતી. એટલે તેઓને માટે તંબૂઓની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી કે જેથી જરૂર પડે તો જંગલમાં તેઓ તંબૂમાં રહી શકે. આ તંબૂઓ તેઓએ જાતે જ ઊંચકવાના હતા. આવા મુકામ દરમિયાન વિદ્યાર્થીઓ રાતના વારાફરતી જાગતા રહી ચોકી કરતા રહેતા.
ઉત્તર પ્રદેશમાંથી બિહારમાં જતાં શિષ્યો-વિદ્યાર્થીઓ મહારાજશ્રી સાથે રોજના ૨૦થી ૨૫ માઈલનો વિહાર કરતા. જ્યાં મુકામ કરતા ત્યાં મહારાજશ્રી કશી પણ ઔપચારિકતા વિના જ્યાં વધુ અવરજવર હોય તેવા રસ્તા ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org