________________
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ
૩૦૭
નિમંત્રણ આપવામાં આવ્યું. મહારાજશ્રીએ એ નિમંત્રણનો સ્વીકાર કર્યો અને પોતાના શિષ્યો સાથે ત્યાં પધાર્યા.
- કુંભમેળાને કારણે આ અધિવેશનમાં પચાસ હજારથી વધુ શ્રોતાઓ એકત્ર થયા હતા. એમાં ઘણી વ્યક્તિઓનાં વક્તવ્ય હતાં એટલે દરેકને દસ-પંદર મિનિટ આપવામાં આવતી. મહારાજશ્રીને માટે પણ દસ મિનિટ ફાળવવામાં આવી હતી. મહારાજશ્રીએ ધર્મમાં એકતા” એ વિષય ઉપર એટલું સરસ પ્રવચન ચાલુ કર્યું કે તાળીઓના ગડગડાટ થતા રહ્યા અને વધુ સમય બોલવા માટે આગ્રહ શ્રોતાઓ તેમ જ સંચાલકો તરફથી થવા લાગ્યો. એટલે લગભગ પચાસ મિનિટ સુધી મહારાજશ્રીની અમ્મલિત વાગ્ધારા ચાલતી રહી.
મહારાજશ્રીના આ વ્યાખ્યાનનો એટલો મોટો પ્રભાવ પડ્યો કે વ્યાખ્યાન પછી અનેક લોકો એમને સભાસ્થળે તથા ત્યારપછી એમના ઉતારે મળવા આવ્યા. એમાં કેટલાક રાજવીઓ પણ હતા. મહારાજશ્રીએ ધાર્મિક સંકુચિતતા છોડી દેવા ઉપર ભાર મૂક્યો હતો અને જૈન ધર્મનાં ઉદાર તત્ત્વો દર્શાવ્યાં હતાં. એથી મહારાજશ્રીને અલાહાબાદમાં “આર્ય સમાજ', ખ્રિસ્તી સમાજ વગેરે સંસ્થાઓ તરફથી પોતાને ત્યાં જૈન ધર્મ વિશે વ્યાખ્યાનો આપવા માટે નિમંત્રણ મળ્યાં હતાં. મહારાજશ્રીનાં વ્યાખ્યાનોથી પ્રભાવિત થયેલા દરભંગાના નરેશ મહારાજશ્રીને પોતાને બંગલે પધારવા માટે નિમંત્રણ આપ્યું હતું. એ નિમંત્રણ સ્વીકારી મહારાજશ્રી પોતાના શિષ્યો સાથે ત્યાં પધાર્યા હતા. એ વખતે નરેશ મહારાજશ્રીનાં કાર્યો માટે આર્થિક સહાય આપવાની ભાવના દર્શાવી હતી. - અલાહાબાદમાં પંદરેક દિવસ રોકાઈ મહારાજશ્રી પાછા કાશી પધાર્યા
હતા.
કાશીમાં પાઠશાળાનું કાર્ય વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું હતું એટલે મહારાજશ્રીને લાગ્યું કે જૈન સાધુ તરીકે જ્ઞાનપ્રાપ્તિના નિમિત્તે કાશીનો સ્થિરવાસ જરૂરી હતો, પણ હવે પોતે વિહાર કરવો જોઈએ. મહારાજશ્રી યુવાન હતા, અદમ્ય ઉત્સાહી હતા, કષ્ટો સહન કરવાની તત્પરતાવાળા હતા, ધર્મપ્રચારની ધગશવાળા હતા અને તીર્થયાત્રાની ભાવનાવાળા હતા, એટલે નવા પ્રદેશો ખેડવાની દષ્ટિએ એમણે બિહાર અને બંગાળમાં વિહાર કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org