________________
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ
હતા. મહારાજશ્રી માટે ગાદી-તકિયા સહિત જરિયાન કીમતી આસન તૈયાર કરવામાં આવ્યું હતું. મહારાજશ્રીએ એના ઉપર બેસવાની ના કહી. કાશીનરેશે કારણ પૂછતાં મહારાજશ્રીએ કહ્યું, 'ગૃહસ્થાનાં યદ્ ભૂષળમ્, તર્ સાધુનાં દૂષળમ ।’ (ગૃહસ્થોનું જે ભૂષણરૂપ હોય તે સાધુઓ માટે દૂષણરૂપ ગણાય.) મહારાજશ્રીના આ જવાબથી કાશીનરેશ પ્રસન્ન થયા. તેઓ સંસ્કૃતના પંડિત હતા એટલે મહારાજશ્રી પાસે આવું સંસ્કૃત સુભાષિત સાંભળી તેઓ રાજી થયા. મહારાજશ્રીએ પોતે સાથે લાવેલા તે સાદું આસન પાથર્યું અને તેના ઉપર બેઠા. આમ, સભાની શરૂઆતમાં જ કાશીનરેશ મહારાજશ્રીથી એકદમ પ્રભાવિત થયા. મહારાજશ્રીના શિષ્યો અને વિદ્યાર્થીઓ યથાસ્થાને ગોઠવાઈ ગયા.
હિંદુ મહારાજા જૈન સાધુથી પ્રભાવિત થયા તે કેટલાક દ્વેષી પંડિતોને ગમ્યું નહિ. સભા શરૂ થાય એ પહેલાં જ એક પંડિતે કાશીનરેશની આજ્ઞા લઈને મહારાજશ્રીને પ્રશ્ન કર્યો કે, ‘મહારાજશ્રી, આપ જૈન સાધુ છો, તો મને કહો કે ભારતનાં છ દર્શનો ગણાય છે, તેમાં જૈન દર્શનને તમે પહેલું સ્થાન આપો છો, વચ્ચે સ્થાન આપો છે કે છેલ્લું સ્થાન આપો છો ?’
પંડિતનો આશય એવો હતો કે મહારાજશ્રી જો એમ કહેશે કે જૈન દર્શનને તેઓ પહેલું સ્થાન આપે છે, તો તેઓ અભિમાની તરીકે દેખાઈ આવશે. હિંદુ દર્શનો કરતાં જૈનદર્શન ચડિયાતું છે એમ કહેશે તો કાશીનરેશ નારાજ થઈ જશે. જો તેઓ એમ કહેશે કે જૈન દર્શનને તેઓ વચ્ચે અથવા છેલ્લે સ્થાન આપે છે, તો એ દર્શનનું કાશીનરેશને મન કંઈ મહત્ત્વ નહિ રહે.
પરંતુ મહારાજશ્રી આવી પરિસ્થિતિથી ઘડાયેલા હતા. આમાં જવાબ આપવામાં ચતુરાઈની જરૂર હતી. એમણે પંડિતને સામો પ્રશ્ન કર્યો કે ‘પંડિતજી, પહેલાં મને એ કહો કે પ્રથમ દર્શનથી મોક્ષ છે ? વચલા દર્શનથી મોક્ષ છે ? કે છેલ્લા દર્શનથી મોક્ષ છે ? જૈનદર્શન મોક્ષગતિમાં માને છે એટલે, જે દર્શનમાં આપ મોક્ષ માનો તે દર્શન તે જૈનદર્શન છે.’
૩૦૫
મહારાજશ્રીના આવા જવાબથી પંડિતજી નિરુત્તર થઈ ગયા. કાશીનરેશ પણ મહારાજશ્રીના જવાબથી પ્રભાવિત થઈ ગયા. ત્યાર પછી મહારાજશ્રીએ પોતાનું પ્રવચન ચાલુ કર્યું. એમણે આરંભમાં જ કહ્યું:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org