________________
- પ્રભાવક સ્થવિરો
पंचैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् । अहिंसासत्यमस्तेय त्यागो मैथुन वर्जनम् ।।
(અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ અને મૈથુનવર્જન એ પાંચ પવિત્ર ધર્મ બધા જ લોકોને માન્ય છે. એમાં કોઈ વિવાદ નથી.)
આમ મહારાજશ્રીએ પોતાની વાણીમાં એવી ધર્મકથા રજૂ કરી કે જે જૈન-જૈનેતર સર્વને એકસરખી સ્વીકાર્ય હોય, ત્યારપછી મહારાજશ્રીએ ધર્મના ક્ષેત્રે એકતા ઉપર ભાર મૂક્યો. તેમણે સમજાવ્યું કે ભિન્નતા તો પ્રત્યેક કુટુંબમાં, સમાજમાં, અરે ખુદ મનુષ્યના શરીરમાં પણ હોય છે. માણસની પાંચે આંગળી પણ સરખી હોતી નથી. પરંતુ ભિન્નતા એટલે વિરુદ્ધતા એવું નથી હોતું. ભિન્નતા એટલે વિરુદ્ધતા એવો અર્થ કરવા જઈએ તો કુટુંબ, સમાજ, રાજ્ય બધે જ સંઘર્ષ ઊભા થાય, લડાઈ થાય, વિનાશ થાય. ભિન્નતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. એટલા માટે સાચા ધાર્મિક માણસોએ જુદા જુદા ધર્મ-સંપ્રદાય વચ્ચે સુસંવાદ સ્થાપવો જોઈએ. જૈન ધર્મ જગતના સર્વ જીવોનું કલ્યાણ ઇચ્છે છે. જૈનોના બૃહદ્ શાંતિસ્તોત્રમાં જગતના સર્વ લોકોના કલ્યાણની ભાવના રજૂ કરવામાં આવી છે. જૈન ધર્મ જાતિ, વર્ણ વગેરેથી પર છે અને તે જગતનો એક ઉદાર ધર્મ છે.
મહારાજશ્રીએ જે વ્યાખ્યાન આપ્યું એથી કાશીનરેશ બહુ જ પ્રભાવિત થઈ ગયા અને તેમણે મહારાજશ્રીની પાઠશાળાની મુલાકાત લેવાનું તથા તે માટે આર્થિક સહાય આપવાનું નક્કી કર્યું.
- કાશીના બે વર્ષના નિવાસ દરમિયાન પાઠશાળાની પ્રવૃત્તિઓની લોકોની જાણકારી વધતાં, જૈન ધર્મ અને મહારાજશ્રીનું નામ વિદ્વાનોમાં પણ અત્યંત પ્રચલિત થઈ ગયું. વળી મહારાજશ્રીની વક્તત્વશક્તિનાં પણ બહુ વખાણ થવા લાગ્યાં. એથી જ વિ. સં. ૧૯૬૨માં જ્યારે અલાહાબાદમાં કુંભમેળો ભરાયો હતો ત્યારે પંડિત મદનમોહન માલવિયાએ ત્યાં “સનાતન ધર્મસભા'નું અધિવેશન યોજ્યું હતું. એ વખતે મુખ્યત્વે હિંદુ ધર્મના પંડિતો-શાસ્ત્રીઓ, વિદ્વાનો વગેરેનાં પ્રવચનો ગોઠવાયાં હતાં. પરંતુ તે ઉપરાંત જૈન ધર્મ ઉપર બોલવા માટે કોને નિમંત્રણ આપવું એનો વિચાર કરતાં મહાસભાના સો કાર્યકર્તાઓની નજર મહારાજશ્રી ઉપર પડી. એ માટે મહારાજશ્રીને વિધિસર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org