________________
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ
જીવતું અખંડિત પશુ ધરાવવું જોઈએ. જો પશુના ટુકડા કરીને ચડાવીએ તો માતાજી કોપે ભરાય અને શાપ આપે.' મહારાજશ્રીની તર્કયુક્ત દલીલ સાંભળી એ વિદ્વાન બહુ પ્રસન્ન થયા અને પશુબલિ મારીને ન ચડાવવાનો સંકલ્પ કર્યો. મહારાજશ્રી કલકત્તામાં રોજ સવારે પ્રાતઃવિધિ માટે બહાર જઈને પાછા ફરતા ત્યારે સ્થળોમાં ક્યાંક ઊભા રહી પોતાના શિષ્યો સમક્ષ પ્રવચન આપતા. એ વખતે સવારે ફરવા નીકળેલા કે શાકભાજી, દૂધ વગેરે લેવા નીકળેલા લોકો એમને સાંભળવા ઊભા રહી જતા. આવી રીતે ઘણી વાર લોકોને એમણે ઉદ્બોધન કર્યું હતું અને કેટલાયે લોકોને માંસાહાર છોડાવ્યો હતો.
કલકત્તામાં મહારાજશ્રીના પાઠશાળાના પાંચ વિદ્યાર્થીઓને મહોત્સવપૂર્વક દીક્ષા આપવામાં આવી હતી. એ પાંચ મુનિમહારાજો તે સિંહવિજયજી, ગુણસાગરજી, વિદ્યાવિજયજી, મહેન્દ્રવિજયજી તથા ન્યાયવિજયજી.
ચાતુર્માસ પછી મહારાજશ્રીએ બંગાળ—બિહારમાં વિવિધ સ્થળે વિહાર કર્યો. નાંદિયા નામના ગામે પહોંચ્યા ત્યારે રાત્રિમુકામ માટે યોગ્ય સ્થળ મળતું નહોતું. વળી તેઓ વિહારમાં બધા ભૂલા પડી ગયા હતા. તે વખતે મહારાજશ્રી પોતાની સાથેના બે-એક શિષ્યો સાથે એક સંન્યાસીના મકાનમાં પહોંચ્યા. મહારાજશ્રીને જોતાં જ તે સંન્યાસી ઊભા થઈ ગયા.અલાહાબાદના કુંભમેળા વખતે એમણે મહારાજશ્રીને સભામાં બોલતા સાંભળ્યા હતા. તેમણે મહારાજશ્રી માટે રાત્રિ–મુકામની વ્યવસ્થા કરી. તેઓ પોતાના વિદ્યાર્થીઓને ન્યાયશાસ્ત્ર શીખવતા હતા. મહારાજશ્રીએ તેમની સાથે તથા એ જિલ્લાના અન્ય પંડિતો સાથે ન્યાયશાસ્ત્રની છણાવટ કરી હતી. સાથે સાથે મહારાજશ્રીએ ઠેર ઠેર વ્યાખ્યાનો આપી કેટલાયે લોકોને માંસાહાર છોડાવ્યો હતો.
૩૧૧
સમેતશિખરજીની યાત્રા, કલકત્તામાં ચાતુર્માસ તથા બિહાર અને બંગાળમાં વિહાર કરવામાં એક વર્ષથી અધિક સમય થઈ જાય એ સ્વાભાવિક હતું, પરંતુ મહારાજશ્રી કાશીથી વિહાર કરી ગયા પછીથી યશોવિજયજી જેન પાઠશાળાની પરિસ્થિતિ બગડતી ગઈ. સારા સારા વિદ્યાર્થીઓ મહારાજશ્રી સાથે વિહારમાં ચાલ્યા ગયા હતા. નબળા વિદ્યાર્થીઓ પાઠશાળામાં રહ્યા હતા, તેમને હવે સંસ્કૃત-પ્રાકૃત જેવા કઠિન વિષયો ભણવામાં રસ રહ્યો નહિ. તેઓએ પણ થોડા વખત પછી પાઠશાળામાં આવવાનું અનિયમિત કરી નાંખ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org