________________
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ
૩૧૫
ખાતામાં તથા ગ્રંથાલયોમાં એ ગ્રંથો દાખલ કરાવ્યા. તદુપરાંત કેટલીક યુનિવર્સિટીઓમાં જેન ગ્રંથો બી.એ. અને એમ.એ.ના અભ્યાસક્રમમાં દાખલ થવા લાગ્યા. મહારાજશ્રીની આ જેવીતેવી સિદ્ધિ નહોતી.
મહારાજશ્રીના વિચારો એવા ઉદાર હતા કે જેમ અન્ય ધર્મીઓ જેના ધર્મનાં ગ્રંથોનો અભ્યાસ કરતા તેમ જૈન વિદ્વાનોએ અન્ય ધર્મના ગ્રંથોનો પણ અભ્યાસ કરવો જોઈએ અને અન્ય ધર્મના વિદ્વાનો સાથે તત્ત્વવિચારણા કરી તેમને જૈન ધર્મનાં તત્ત્વો સમજાવવાં જોઈએ. બોદ્ધ ધર્મના અભ્યાસ માટે જૈન વિદ્વાનોએ પાલી ભાષાનો અભ્યાસ કરવો જોઈએ. જ્યારે કલકત્તાના ડો. સતીશચંદ્ર વિદ્યાભૂષણને બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે સરકાર તરફથી શ્રીલંકા મોકલવાનું નક્કી થયું ત્યારે તેમની સાથે પોતાના બે વિદ્યાર્થીઓ પંડિત હરગોવિંદદાસ તથા પંડિત બેચરદાસ દોશીને પાલી ભાષા તથા બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે મોકલવા માટેની વ્યવસ્થા મહારાજશ્રીએ કરાવી હતી. આ બંને પંડિતોએ શ્રીલંકા જઈને પાલી ભાષાનો સારો અભ્યાસ શ્રીલંકાના બૌદ્ધ ભિખુઓ પાસે કર્યો હતો.
“યશોવિજયજી ગ્રંથમાળા'ના પ્રકાશન ઉપરાંત મહારાજશ્રીને લાગ્યું કે જેનોનું એક સામયિક પણ હોવું જોઇએ કે જેથી તેમાં લેખો પ્રસિદ્ધ થતા રહે અને જેન જગતના અહેવાલો પણ પ્રસિદ્ધ થતા રહે. એ માટે મહારાજશ્રીની પ્રેરણાથી એમના ભક્ત શ્રી હર્ષચંદ્ર ભૂરાભાઈ કે જેમણે શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળાની આર્થિક જવાબદારી સંભાળી લીધી હતી તેમણે “જૈન શાસન' નામનું એક પાક્ષિક પત્ર સં. ૧૯૬૭માં ચાલુ કર્યું હતું. એના પ્રત્યેક અંકમાં મહારાજશ્રી “ધર્મદેશના'ના નામથી લેખ લખતા. એથી સમાજમાં ઘણી જાગૃતિ આવી ગઈ હતી.
કાશીમાં વિદ્યાભ્યાસનું કાર્ય કરતાં-કરાવતાં મહારાજશ્રીએ જેન અને હિંદુ વચ્ચેના વિષને દૂર કરાવ્યો હતો અને સુમેળના પ્રેમભર્યા સંવાદી વાતાવરણનું નિર્માણ કરાવ્યું હતું. ઠેઠ પ્રાચીન સમયથી કાશી જેન, બૌદ્ધ અને હિંદુઓનું પવિત્ર સ્થળ રહ્યું છે. આમ છતાં મહારાજશ્રીને એક વાત ત્યાંના વાતાવરણમાં ખૂંચતી હતી. કાશીમાં મનુષ્યોનું ગૌરવ છે, પણ પશુઓની બેહાલ દશા છે. અપંગ પ્રાણી લોકોની લાતો ખાતાં ખાતાં કે લાકડીનો માર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org