________________
૨૯૬
પ્રભાવક સ્થવિરો
હજુ પગ દબાવતા જ રહ્યા છે. પોતાની ભૂલ માટે ગુરુ મહારાજને લાગી આવ્યું. ઉપાશ્રયમાં તો અંધારું હતું, પરંતુ એમણે ધર્મવિજયના મસ્તક ઉપર હાથ મૂકી અંતરના ઊંડાણમાંથી આશીર્વાદ આપતાં કહ્યું, “બેટા ધર્મવિજય ! તું બહુ મોટો જ્ઞાની અને પંડિત થશે. જા હવે સૂઈ જા. બહુ થાકી ગયો હશે.”
વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે એ દિવસોમાં ભાવનગરના આગેવાન શ્રાવકો શ્રી કુંવરજી આણંદજી, શ્રી ગિરધર આણંદજી, શ્રી અમરચંદ જસરાજ વગેરે જ્ઞાનગોષ્ઠી માટે આવતા. તેઓ જે પ્રશ્નો કરે અને ગુરુમહારાજ જે ઉત્તરો આપે તે ધર્મવિજય બરાબર ધ્યાનથી સાંભળતા અને સમજવાનો પ્રયત્ન કરતા તથા પોતાને કંઈ શંકા થાય તો તરત પૂછતા. આમ મુનિ ધર્મવિજયજીની સજ્જતા દિવસે દિવસે વધવા લાગી. વૃદ્ધિચંદ્રજી મહારાજે સંગ્રહણીના રોગને કારણે તથા પગની સંધિવાની તકલીફને કારણે છેલ્લાં કેટલાંક વર્ષ ભાવનગરમાં સ્થિરવાસ કરી લીધો હતો. મુનિ ધર્મવિજયને દીક્ષા પછીનાં વર્ષે એમણે બીજા સાધુઓ સાથે અમદાવાદ ચાતુર્માસ માટે મોકલ્યા હતા. પરંતુ ત્યાંથી તેઓ પાછા આવ્યા પછી તેમને પોતાની પાસે ભાવનગરમાં ચાતુર્માસ માટે રોક્યા હતા. શેષકાળમાં મુનિ ધર્મવિજય આસપાસ સિહોર, પાલિતાણા, તળાજા, મહુવા વગેરે સ્થળે વિહાર કરી આવતા.
દીક્ષાના બીજા વર્ષ પછી મુનિ ધર્મવિજયની અભ્યાસમાં ઝડપી પ્રગતિ થવા લાગી. તેમની શક્તિ ખીલવા માંડી. તેમની ભાષા વધુ શુદ્ધ, શિષ્ટ અને સંસ્કારી બનવા લાગી. બીજાઓની સાથે સરસ વાર્તાલાપ કરતાં તેમને આવડી ગયું. એક દિવસ ઉપાશ્રયમાં ગુરુમહારાજે એક સાધુને વ્યાખ્યાન આપવા માટે કહ્યું. એ સાધુએ કહ્યું, સાહેબજી, આજે વ્યાખ્યાન માટે મારી બરાબર તૈયારી થઈ નથી.” પછી એમણે મજાકમાં કહ્યું, “એટલે આજે ભલે ધર્મવિજય વ્યાખ્યાન વાંચે.”
એ સાધુએ તો મજાકમાં કહ્યું, પણ વૃદ્ધિચંદ્રજી મહારાજે તો ખરેખર ધર્મવિજયને બોલાવીને કહ્યું, “આજે વ્યાખ્યાન તમારે વાંચવાનું છે, આવડશે ને?'
ધર્મવિજયે તરત સંમતિ આપી. તેમણે તે દિવસે આત્મવિશ્વાસપૂર્વક બુલંદ અવાજે વ્યાખ્યાન આપ્યું. વૃદ્ધિચંદ્રજી મહારાજે પાસેના ઓરડામાં બેસીને આખું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org