________________
પ્રભાવક સ્થવિરો મહિનાના વિહા૨ પછી તેઓ સૌ સં. ૧૯૫૯ના વૈશાખ સુદ ત્રીજ અક્ષયતૃતીયાના દિવસે કાશીમાં આવી પહોંચ્યા.
વિહારની મુશ્કેલીઓ તો વર્ણવતાં પાર આવે એવી નહોતી, તેમાં વળી કાશીમાં રહેવાની મુશ્કેલી ઊભી થઈ. કાશીમાં ત્યારે જૈનોનું કોઈ ઘર નહિ અને હિંદુઓને જૈનો પ્રત્યે દ્વેષ હતો. આખી કાશી નગરીમાં વીસેક માણસોના વસવાટ માટે અનુકૂળ જગ્યા ક્યાંય મળી નહિ. ભાડું આપવાની તૈયારી છતાં ‘જૈન’ શબ્દ સાંભળીને લોકો મોં મચકોડતા. જૈનો એટલે નાસ્તિક એવી માન્યતા ત્યારે કાશીના પંડિતોમાં દૃઢ થઈ ગઈ હતી. છેવટે એક દૂરના ઉજ્જડ વિસ્તારમાં ખંડિયેર જેવી એક ધર્મશાળાનું નાનું સરખું મકાન ભાડે મળી ગયું. ત્યાં મહારાજશ્રી પોતાના છ સાધુઓ અને બાર વિદ્યાર્થીઓ સાથે રહેવા લાગ્યા. બધાના અભ્યાસ માટે ત્રણ પગારદાર પંડિતો રાખવામાં આવ્યા. સંસ્કૃત વ્યાકરણ, ન્યાય, કાવ્ય, અલંકાર વગેરેનો વ્યવસ્થિત અભ્યાસ ચાલુ થયો. અગવડ માત્ર રહેવાની હતી. મકાન પડું પડું થાય એટલું જર્જરિત હતું. વરસાદ પડે અને જોરથી પવન ફુંકાય ત્યારે બધા મકાનમાંથી બહાર દોડી જતા અને બીજે કામચલાઉ આશ્રય લેતા.
૩૦૨
ભાડાની બીજી સારી જગ્યાની તપાસ ચાલુ હતી, પરંતુ જૈનોને કોઈ ભાડે મકાન આપવા તૈયાર નહોતું. કોઈ મકાન વેચાતું લઈ લેવામાં આવે તો જ સ્થળાંતર કરી શકાય એવું હતું. એમ કરતાં કરતાં નવ-દસ મહિના થઈ ગયા. એવામાં જાણવામાં આવ્યું કે એક મહોલ્લામાં એક જૂનું મકાન વેચવાનું હતું. ‘અંગ્રેજોની કોઠી' તરીકે એ મકાન ઓળખાતું હતું. એની કિંમત જાણી લઈને મહારાજશ્રીએ મુંબઈ પોતાના બે ભક્તો શેઠ વીરચંદ દીપચંદ તથા શેઠ ગોકુળભાઈ મૂલચંદને પત્ર લખ્યો. બંનેનો જવાબ આવ્યો કે તરત મકાન લઈ લેવું. એ માટે નાણાં મોકલી આપવામાં આવ્યાં. એ મકાન ખરીદીને મહારાજશ્રી તથા એમના શિષ્યો અને વિદ્યાર્થીઓ ત્યાં રહેવા ગયા. વિદ્યાર્થીઓને મફત રહેવાની, ખાવા-પીવાની અને અભ્યાસની સગવડ મળતી એટલે ઉત્તરોત્તર સંખ્યામાં વધારો થતો ગયો. ગુજરાત, રાજસ્થાનમાંથી વધુ વિદ્યાર્થીઓ આવવા
લાગ્યા.
તેઓ સર્વેની અભ્યાસમાં સારી પ્રગતિ રહી. મહારાજશ્રી પોતે રોજ સવારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org