________________
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ
૩૦૧
ગૃહસ્થોને જણાવ્યો, પરંતુ દરેકે તેમાં રહેલી મુશ્કેલીઓ બતાવી. સૌથી પહેલી તો વિહારની મુશ્કેલી હતી. વળી કાશીમાં જેનોનાં ઘરો નહિ એટલે રહેવાની મુશ્કેલી તથા સાધુઓની ગોચરીની મુશ્કેલી હતી. વળી એટલે દૂર જવા-આવવામાં ખર્ચ પણ ઘણું આવે.
આમ છતાં મહારાજશ્રી પોતાના વિચારમાં મક્કમ રહ્યા. મુશ્કેલીઓ તો પડવાની જ છે. તેમ છતાં જો કાર્ય સિદ્ધ થતું હોય તો મુશ્કેલીઓથી ડરી જવાની જરૂર નથી એમ તેમને લાગ્યું. તેમણે પોતાના શિષ્યોને વાત કરી તથા વિદ્યાર્થીઓ આગળ દરખાસ્ત મૂકી. લગભગ બધા જ વિદ્યાર્થીઓએ દરખાસ્ત સ્વીકારી.
માંડલનું ચાતુર્માસ પૂરું થયા પછી મહારાજશ્રીએ યોગ્ય સમયે, શુભ મુહૂર્ત કાશી તરફ પ્રયાણ કર્યું. વિહારનો રસ્તો એમણે વિચારી લીધો. ભોયણી, અમદાવાદ, કપડવંજ, મોડાસા, દાહોદ, રાજગઢ, ઉજ્જૈન, મક્ષી, શાજાપુર, સીપરી, ઝાંસી, કાનપુર, લખની થઈ કાશી પહોંચવા ધાર્યું. જેન સાધુઓના વિહારનો આ રસ્તો નહોતો, કારણ કે ઘણાખરા વિસ્તારોમાં જૈનોનાં ઘરો નહોતાં. એટલે રાત્રિમુકામ અને ગોચરીનો પ્રશ્ન ઘણો વિકટ હતો. આમ છતાં મહારાજશ્રી અને એમના છ શિષ્યો તથા બારેક વિદ્યાર્થીઓ વિહાર કરતા કરતા આગળ વધવા લાગ્યા.
રસ્તામાં જંગલો આવતાં હતાં. પોતપોતાની અનુકૂળતા પ્રમાણે આગળપાછળ ચાલતા સાધુઓ અને વિદ્યાર્થીઓ જ્યાં બે કેડી કે બે કે ત્રણ રસ્તા આવે ત્યાં કોઈક એક બાજુ ચાલ્યા જતા, કોઈક બીજી બાજુ ચાલ્યા જતા અને ભૂલા પડેલાંને શોધવામાં ક્યારેક આખો દિવસ વીતી જતો. જેન શબ્દ જ લોકોએ ન સાંભળ્યો હોય એવા પ્રદેશોમાં જૈન સાધુને યોગ્ય ઉકાળેલું પાણી કે સૂઝતો આહાર ન મળે તો ઉપવાસ પણ થતો. આવી વિકટ પરિસ્થિતિમાં મહારાજશ્રીના વિદ્યાર્થીઓ અને શિષ્યોએ સુધ્ધાં ગુજરાતમાં પાછા ફરવાની વારંવાર વિનંતી કરી. તેવે વખતે શૈર્ય ન ગુમાવતાં કે હતોત્સાહ ન થતાં મહારાજશ્રી તેઓને ખૂબ પ્રોત્સાહન આપતા. ગુજરાત-કાઠિયાવાડમાંથી મહારાજશ્રીના ભક્તોના સંદેશાઓ આવતા કે ગુજરાતમાં પાછા ચાલ્યા આવો. પરંતુ તો પણ મહારાજશ્રી પોતાના નિર્ણયમાં અડગ રહેતા. આમ પાંચેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org