________________
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ
૨૯૯
યુવાનીમાં મહારાજશ્રીની જે રીતે શક્તિ ખીલતી જતી હતી તેથી ઘણા લોકો અને સાધુ-સાધ્વીઓ આશ્ચર્યચકિત થવા લાગ્યાં હતાં. આમ છતાં યૌવનસહજ અભિમાનનો રણકો મહારાજશ્રીની વાણીમાં ક્યારેય વરતાતો નહોતો. તેમનો શાસ્ત્રાભ્યાસ દિનપ્રતિદિન જેમ જેમ વધતો ગયો તેમ તેમ તેમનામાં ગાંભીર્ય પણ વધતું ગયું.
વિશાળ વાંચનને લીધે મહારાજશ્રીમાં તર્કશક્તિ, હાજરજવાબીપણું આવતાં ગયાં હતાં. સાધુસમાજમાં પણ સૂક્ષ્મ માનકષાય કયારેક દૃષ્ટિગોચર થતો હોય છે. તેઓમાં પોતાનાં નામ–કીર્તિ માટે એષણા જાગ્રત થતી હોય છે. પોતાનો શ્રોતાસમુદાય કે ભક્તસમુદાય મોટો થાય તો મનથી પણ તેવા સાધુઓ ફુલાવા માંડે છે. માનકષાયને જીતવો એ સરળ વાત નથી.
મહારાજશ્રી એક વખત ગુજરાતમાં વિચરતાં વિચરતાં એક ગામમાં પધાર્યા હતા. તે ગામમાં ઉપાશ્રયમાં બીજા એક સાધુ મહારાજ પણ બિરાજમાન હતા. બંને સાધુઓ વચ્ચે પોતપોતાનાં કાર્યોની વાત થઈ. એ વડીલ સાધુ મહારાજે કહ્યું, “ધર્મવિજય, હું તો ઘણું સરસ કામ કરું છું. ભક્તોને મારા પ્રત્યે એટલો બધો આદરભાવ છે કે એક ગામમાં મેં પાઠશાળા કરાવી તો ભક્તોએ એ પાઠશાળા સાથે મારું નામ જોડી દીધું. તમે પાઠશાળાની ઘણી બધી પ્રવૃત્તિ ઉપાડી છે તો તમારા ભક્તો એ કોઈ પાઠશાળા સાથે તમારું નામ જોયું છે ?'
મહારાજશ્રીએ કહ્યું, “મારા નામની તો ગામેગામ શાળાઓ થઈ છે, એટલે મારે હવે વધુ કોઈ નામની જરૂર નથી.”
એમ તમે ગપ્પાં મારી વાત ન ઉડાવો. સાચી વાત કરો.”
જુઓ મહારાજ ! મારું નામ ધર્મવિજય છે. ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ બધે ધર્મ-શાળા છે. લોકો વગર કીધે શાળા સાથે મારું નામ જોડે છે. પછી મારે નામ માટે જુદા પ્રયત્નો કરવાની શી જરૂર છે ?” મહારાજશ્રીના રમૂજી છતાં તર્કયુક્ત અને અર્થગંભીર જવાબથી એ સાધુ મહારાજ વાતનો મર્મ સમજી ગયા.
મહારાજશ્રીએ પાઠશાળાઓ સ્થાપવાની પ્રવૃત્તિ તો ઉપાડી હતી, પરંતુ તે પાઠશાળાઓમાં વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપવાવાળા સારા શિક્ષકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org