________________
૨૯૮
પ્રભાવક સ્થવિરો
નજીક આવેલા તીર્થ રાણકપુરની યાત્રા કરવામાં નડતી પ્રતિકૂળતાઓ સંઘ પાસે દૂર કરાવી હતી, કે જેથી વધુ ને વધુ લોકો રાણકપુરની યાત્રાએ આવી શકે. પાટડીના ચાતુર્માસ દરમિયાન એમણે નજીકમાં આવેલા ઉપરિયાળાજી તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. વળી તેના નિભાવ માટે કાયમી ફંડની વ્યવસ્થા પણ કરાવી આપી હતી.
તયારપછી મહારાજશ્રીએ સં. ૧૯૫૮ સુધી મહેસાણા, સમી, મહુવા અને માંડલમાં અનુક્રમે ચાતુર્માસ કર્યા હતાં. દીક્ષા લીધા પછી મહારાજશ્રીએ પોતાના વતન મહુવામાં પહેલી વાર ચાતુર્માસ કર્યું હતું તે વખતે એમના સંસારી પિતાજી તો સ્વર્ગવાસ પામ્યા હતા, પરંતુ એમનાં માતા હજુ વિદ્યમાન હતાં. પોતાના પુત્રની સાધુ તરીકે પ્રગતિ જોઈને તેઓ બહુ જ આનંદ પામ્યાં હતાં. આ ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીનાં વ્યાખ્યાનો સાંભળવા માટે ગામના જૈન-જૈનેતરો ઘણા આવતા. પોતાના ગામનો એક રખડુ જુગારી છોકરો આવા તેજસ્વી સાધુ મહાત્મા બન્યા હતા એ જોઈને તથા એમની ઉમ્બોધક વાણી સાંભળીને મહુવાનાં નગરજનો હર્ષવિભોર થઈ જતાં. વળી મહુવાનું ચાતુર્માસ બીજી રીતે પણ યાદગાર બની ગયું, કારણ કે મહારાજશ્રીની પ્રેરક વાણી સાંભળીને બે યુવાનોને દીક્ષા લેવાની ભાવના થઈ હતી. એમનો દીક્ષા-મહોત્સવ પણ મહુવામાં સારી રીતે ઊજવાયો હતો. વળી એ અવસર ઉપર જુદા જુદા હેતુ માટે જે રકમ એકઠી થઈ એમાંથી મહારાજશ્રીએ મહુવામાં એક સરસ પુસ્તકાલય સ્થપાવ્યું કે જેથી ઘણા લોકોને ગ્રંથવાંચનનો લાભ મળી શકે. પુસ્તકાલયની સ્થાપનાના પોતાના પ્રયાસની સફળતાથી પ્રેરાઈને મહારાજશ્રીએ પછી વિરમગામના ચાતુર્માસ દરમિયાન ત્યાં પણ પુસ્તકાલયની સ્થાપના કરાવી હતી.
મહારાજશ્રીએ જે રીતે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો અને વિવિધ ગ્રંથોનું તેઓ અધ્યયન કરવા લાગ્યા હતા તે જોતાં એમને સ્વાનુભવના આધારે લાગ્યું કે શ્રાવકોમાં જો તેજ આણવું હોય તો એમનામાં જ્ઞાનવૃદ્ધિ થવી જોઈએ. એમનામાં જો જ્ઞાનવૃદ્ધિ કરાવવી હોય તો તેવા ગ્રંથો પુસ્તકાલય દ્વારા સુલભ થવા જોઈએ. આથી ઠેરઠેર પુસ્તકાલય અને પાઠશાળાની સ્થાપના એ મહારાજશ્રીની એક મહત્ત્વની મુખ્ય અને પ્રિય પ્રવૃત્તિ બની ગઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org