________________
૩૦૦
પ્રભાવક સ્થવિરો
મળતા નહોતા. આટલાં વર્ષના અનુભવ પરથી મહારાજશ્રીને લાગ્યું કે જૈન સમાજમાં જિનમંદિરના નિર્માણ તરફ જેટલું લક્ષ અપાયું છે તેટલું લક્ષ જિનાગમ તરફ અપાયું નથી. આ ક્ષેત્ર પ્રત્યે ગમે તે કારણે ઘણું દુર્લક્ષ સેવાયું છે.
મહારાજશ્રીને લાગ્યું કે શાસનની ઉન્નતિ માટે પોતે બે પ્રકારની પ્રવૃત્તિ ઉપાડવી જોઈશે–એક તે સંસ્કૃત-પ્રાકૃતના જાણકાર એવા સારા શિક્ષકો તૈયાર કરવાની અને બીજી તે ઉત્તમ ગ્રંથો પ્રકાશિત કરીને લોકોને, વિશેષતઃ જિજ્ઞાસુઓ અને અભ્યાસીઓને સુલભ કરવાની. મહારાજશ્રીએ શિક્ષકો તૈયાર કરવા માટે પ્રથમ પાઠશાળાની પ્રવૃત્તિ તરફ લક્ષ આપ્યું.
વિ. સં. ૧૯૫૮માં મહારાજશ્રીનું ચાતુર્માસ માંડલમાં હતું. એમણે જોયું કે પાઠશાળાની પ્રવૃત્તિ ચાલુ કરવી હશે તો તેનો અભ્યાસ કરવાની રુચિવાળા વિદ્યાર્થીઓ પહેલાં જોઈશે. એ વિદ્યાર્થીઓને માટે રહેવા-જમવાની વ્યવસ્થા
ક્યાંક કરવી જોઈએ. એ માટે અને એમને ભણાવનાર શિક્ષકના પગાર માટે નાણાંની જરૂર પડશે. મહારાજશ્રીનો પ્રભાવ એવો હતો કે માંડલ ગામમાં પાઠશાળા માટે એમને મકાન પણ મળી ગયું. સંસ્કૃત-પ્રાકૃતનો અભ્યાસ કરવાની ભાવનાવાળા દસેક વિદ્યાર્થીનાં નામ પણ નોંધાઈ ગયાં અને ખર્ચ માટે ફંડ પણ એકઠું થઈ ગયું. આથી મહારાજશ્રીએ “શ્રી યશોવિજયજી જેન પાઠશાળા” નામની પાઠશાળાની સ્થાપના માંડલમાં સં. ૧૯૫૮માં કરી. મહારાજશ્રી આટલાં વર્ષના પોતાના અભ્યાસમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનાં જીવન અને સાહિત્યથી ઘણા પ્રભાવિત થયા હતા. એટલે એમણે પાઠશાળાના નામ સાથે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનું નામ જોડ્યું.
આ પાઠશાળા માંડલમાં થોડો વખત ચાલી, પરંતુ મહારાજશ્રીને એથી બહુ સંતોષ થયો નહિ. માંડલ જેવા નાના ગામમાં કોઈ સારા પંડિતો આવીને રહેવા તૈયાર થતા નહિ. વળી ગામના વિદ્યાર્થીઓ તો વારંવાર ઘરે જાય અને બહારગામના વિદ્યાર્થીઓ પણ એમની સાથે ચાલ્યા જાય. તદુપરાંત સ્થાનિક લોકો પણ આવી-આવીને સમય બગાડે. આ પરિસ્થિતિનો સતત વિચાર કરતાં કરતાં મહારાજશ્રીને લાગ્યું કે જે રીતે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ બાર વર્ષ કાશીમાં રહીને ભણ્યા હતા તે રીતે વિદ્યાર્થીઓને અને પોતાના શિષ્યોને કાશીમાં રાખીને ભણાવવા જોઈએ. મહારાજશ્રીએ પોતાનો આ વિચાર કેટલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org