________________
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ
૨૯૫
પ્રસ્તાવ મૂક્યો, “મારે સંસ્કૃત વ્યાકરણ શીખવું છે. આ વાત સાંભળીને પાસે બેઠેલા કેટલાક સાધુઓ હસી પડ્યા, પરંતુ વૃદ્ધિચંદ્રજી મહારાજે આ વાત ગંભીરતાપૂર્વક લીધી અને એમણે મુનિ ધર્મવિજયને એવી ભાવના માટે શાબાશી આપી. તરત એમણે સંસ્કૃત શીખવનાર પંડિતની વ્યવસ્થા કરી. ભાવનગરના પંડિતોમાં તે વખતે હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અધ્યયન કરાવનાર નર્મદાશંકર શાસ્ત્રીને આ કામ સોંપવામાં આવ્યું અને ધર્મવિજયને “સારસ્વત ચરિકા” નામનું સંસ્કૃત વ્યાકરણ ભણાવવાનું શરૂ થયું.
આ અધ્યયન ચાલુ થતાં જ મુનિ ધર્મવિજયજીનાં જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ જાણે અચાનક વધી ગયો. એમની માનસિક જડતા અદશ્ય થવા લાગી અને ગ્રહણશક્તિ, સ્મૃતિ અને રુચિ અચાનક જાગ્રત થયાં હોય તેવું લાગવા માંડ્યું. એમને ભણાવનાર શાસ્ત્રીને પણ આશ્ચર્ય થવા લાગ્યું. એમને ભણાવવામાં બહુ ઉત્સાહ આવવા લાગ્યો. મુનિ ધર્મવિજયને વ્યાકરણનાં સૂત્રો અર્થ સાથે સમજતાં અને નિયમો યાદ રહેતાં જોઈને બીજા સાધુઓને પણ આશ્ચર્ય થવા લાગ્યું.
અભ્યાસની સાથે ગુરુ મહારાજની સેવાભક્તિ એ ધર્મવિજયનું મુખ્ય લક્ષ્ય રહ્યું હતું. તેઓને વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે પોતાના પિતા કરતાં પણ વધુ વાત્સલ્ય અનુભવવા મળતું હતું. ગુરુમહારાજની તબિયત નાદુરસ્ત રહેતી હતી. બંને પગે વાનો દુઃખાવો સખત રહેતો. મુનિ ધર્મવિજય દિવસ દરમિયાન એમની ખડે પગે ચાકરી કરતા તથા રોજ રાતના બારેક વાગ્યા સુધી પગ દબાવવા એમની પાસે બેસતા. એ વખતે ગુરમહારાજ પાસેથી તેઓ કોઈને કોઈ સૂત્ર કંઠસ્થ કરી લેતા. દિવસ દરમિયાન જ્યારે તેઓ ગોચરી વહોરવા જાય ત્યારે રસ્તામાં એકાદ ગાથા કંઠસ્થ કરવાનું રાખતા. આમ સમયના સદુપયોગને કારણે તેમનો અભ્યાસ વધતો ગયો.
એક દિવસ રાત્રે ધર્મવિજય ગુરુમહારાજના પગ દબાવતા રહ્યા હતા. રોજ રાત્રે શ્રાવકોના ગયા પછી ગુરુમહારાજ રજા ન આપે ત્યાં સુધી ધર્મવિજય પગ દબાવતા. પરંતુ તે દિવસે રાત્રે ગુરુમહારાજને ઊંઘ ચડી ગઈ અને રજા આપવાનું રહી ગયું. પરંતુ મુનિ ધર્મવિજયે તો પગ દબાવવાનું ચાલુ જ રાખ્યું. અડધી રાતે ગુરુમહારાજની આંખ ઊઘડી અને તેમણે જોયું કે ધર્મવિજય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org