________________
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ
૨૯૩
થતી નહોતી એટલે અંધાપો વેઠવા સિવાય કોઈ ઇલાજ નહોતો. પિતાશ્રીના મનમાં વિચાર આવ્યો કે રખડુ છોકરો કાયમનો જુગારી થઈ જાય એના કરતાં દિક્ષા લે તે સારું છે, છતાં એમણે સ્પષ્ટ સંમતિ ન આપી. મૂળચંદની માતાએ તો ઘરમાં રોકકળ કરી મૂકી. દીક્ષા કેવી ને વાત કેવી ? એને તો દીકરાને પરણાવીને ઘરમાં વહુ આણવી હતી. એના મનમાં ખાતરી હતી કે એક વખત દીકરાને પરણાવી દીધો અને ઘરમાં વહુ આવશે એટલે દીકારનું બધું રખડવાનું આપોઆપ બંધ થઈ જશે. મૂલચંદના મોટા ભાઈઓ તો રોષે ભરાયેલા હતા. એના કાકાઓ અને બીજાં સગાંઓએ પણ મૂળચંદને દીક્ષા ન લેવા માટે સ્પષ્ટ ધમકી આપવા સાથે વાત કરી હતી. આથી મૂળચંદ નિરાશ થયો. ત્યાર પછી દીક્ષા લેવાની વાત જ્યારે પણ મૂળચંદ કાઢતો ત્યારે ઘરનું વાતાવરણ તંગ થઈ જતું, માતા રડવા લાગતી, ભાઈઓ તથા બીજા મૂળચંદને બહુ માર પણ મારતા.
ઘરમાં આવો ત્રાસ વેઠવો પડતો હોવા છતાં મૂળચંદે દીક્ષા લેવાની પોતાની હઠ છોડી નહિ. ધીમે ધીમે વિરોધ ઓછો થતો ગયો. માર ઓછો પડતો ગયો. છોકરો ભાગી જઈને ક્યાંક દીક્ષા લઈ લેશે એના કરતાં રજા કેમ ન આપવી ? એવા વિચારો ઘરમાં ધીમે ધીમે માંહમાંહે ચાલવા લાગ્યા.
એમ કરતાં એક દિવસ મૂળચંદને દીક્ષા લેવા માટે ઘરમાંથી બધાંની રજા મળી. એના પિતાશ્રીએ મહાજનની સાક્ષીએ રજા આપી, જેથી દીક્ષા લેવામાં કોઈ બાધ નડે નહિ.
રજા મળતાં જ મૂળચંદ વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે ભાવનગર આવી પહોંચ્યો. દીક્ષા માટે રજા મળ્યાની વાત કરી. મહારાજશ્રીને પણ બહુ આનંદ થયો.
દીક્ષાનો દિવસ નક્કી થયો. ભાવનગરમાં વિ. સં. ૧૯૪૩ના જેઠ વદ ૫ ના રોજ ઓગણીસ વર્ષની વયે મૂળચંદને ભાવનગરના સંઘમાં શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના હસ્તે દીક્ષા આપવામાં આવી. સંઘે ખૂબ મોટો મહોત્સવ આ પ્રસંગે કર્યો અને ઠીક ઠીક ધન વાપરવામાં આવ્યું. મૂળચદનું નામ હવે મુનિ ધર્મવિજય રાખવામાં આવ્યું.
કિશોર મૂળચંદે દીક્ષા લીધી ત્યારે એને લખતાં-વાંચતાં ખાસ કશું આવડતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org