________________
૨૯૨
પ્રભાવક સ્થવિરો
મૂળચંદના મનમાં હવે ગડમથલ ચાલવા લાગી. જુગારીનું મન જુગાર રમવામાં દોડે. કુટુંબ પ્રત્યે કંઈક અભાવ પણ થયેલો. એમ છતાં મૂળચંદ જુગારમાં ન લપટાયો. એને મહુવા છોડી ક્યાંક ભાગી જવું હતું. ત્યાગ-વૈરાગ્યના સંસ્કાર પણ એનામાં હતા. પૂર્વના પુણ્યના ઉદયે જુગારને બદલે ત્યાગ-વૈરાગ્ય તરફ એનું મન વધુ ઢળ્યું. મૂળચંદને લાગ્યું કે ઘર છોડીને ચાલ્યા જવાની વાત માતા-પિતાને જો પોતે કરશે તો તેઓ સંમતિ નહિ જ આપે, ઊલટાનું વધુ કડક બંધનમાં રાખશે. પિતાજી ધર્મપ્રિય હતા, પરંતુ દીક્ષાની વાતમાં સંમતિ આપે એવા નહોતા. એટલે એક દિવસ પિતાજીનો કોઈ વાતમાં સખત ઠપકો મળતાં મૂળચંદ કોઈને પણ કહ્યા વગર ઘર છોડીને ભાગી ગયો. તેની ઉંમર ત્યારે પંદર વર્ષની હતી. પગે ચાલતો ત્રણ દિવસે તે ભાવનગર પહોંચ્યો અને ઉપાશ્રયમાં દાખલ થયો. ત્યાં ઉપાશ્રયમાં વૃદ્ધિચંદ્રજી મહારાજનું વ્યાખ્યાન ચાલતું હતું તે સાંળળવા બેઠો. પવિત્ર, શાંતમૂર્તિ એવા મહારાજશ્રીના વ્યાખ્યાનની કંઈક જાદુઈ અસર તેના ચિત્ત ઉપર થઈ.
મૂળચંદને વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે દીક્ષા લેવાનું મન થયું. એકાન્ત સાધીને એણે મહારાજશ્રીને કહ્યું, “મહારાજ સાહેબ, મારે તમારી પાસે દીક્ષા લેવી છે. હું કશું ભણ્યો નથી. મને લખતાં-વાંચતાં પણ બરાબર આવડતું નથી. મેં અત્યાર સુધી રખડી ખાધું છે. જુગાર રમ્યા કર્યો છે. પણ હવે મને દીક્ષા લેવાની ઈચ્છા થઈ છે.”
વૃદ્ધિચંદ્રજી મહારાજે કહ્યું, “ભાઈ, તને દીક્ષા લેવાનો વિચાર આવ્યો એ ખરેખર બહુ સારી વાત છે. તે રખડી ખાધું છે તો ભલે, હજુ ક્યાં તારી ઉમર વહી ગઈ છે ? તને જુગાર છોડીને દીક્ષાના ભાવ થયા એ જ મોટી વાત કહેવાય. તને લખતાં-વાંચતાં નથી આવડતું તેનો કશો વાંધો નહિ. અમે તને ભણાવીશું, પણ મહત્ત્વની વાત તો એ છે કે તારાં માતા-પિતાની રજા વગર અમે તને દીક્ષા આપી શકીએ નહિ.”
માતા-પિતાની સંમતિ માટે મહારાજશ્રીએ આગ્રહ રાખ્યો, પરંતુ મૂળચંદ માટે આ બહુ મુશ્કેલ કાર્ય હતું, છતાં એણે મહારાજશ્રીની સૂચનાનુસાર ઘરે જઇને દીક્ષા લેવાની વાત કરી. મૂળચંદના પિતાશ્રી રામચંદ્ર તો હવે ઉંમરને લીધે બંને આંખ ગુમાવી બેઠા હતા. એ દિવસોમાં મોતિયો વગેરેની શસ્ત્રક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org