________________
૨૯૪
પ્રભાવક સ્થવિરો
નહોતું. એટલી હદ સુધીનું એનું આ અજ્ઞાન હતું કે “ભાવનગર' જેવો સરળ અને સપરિચિત શબ્દ પણ બરાબર લખતાં એને નહોતું આવડતું, તો પછી ધર્મવિજય” એવું પોતાનું નામ તો લખતાં ક્યાંથી જ આવડે ?
મૂળચંદે દીક્ષા લેતી વખતે વૃદ્ધિચંદ્રજી મહારાજને કહ્યું હતું કે, “હું અભણ છું, છતાં ગોચરી–પાણી લાવવાનું, કાંપ કાઢવાનું (વસ્ત્રો ધોવાનું) અને આપની વૈિયાવચ્ચ કરવાનું કામ કરીને હું મુનિ તરીકે સંતોષ માનીશ.” પણ વૃદ્ધિચંદ્રજી મહારાજે એને આશ્વાસન આપતાં કહ્યું હતું કે, “તને લખતાં-વાંચતાં તો જરૂર શિખવાડીશ, પણ એટલું બસ નથી. મારે તો તને એક મોટો પંડિત બનાવવો છે.”
દીક્ષા પછી ગુરુ મહારાજે ધર્મવિજયને સૂત્રો કંઠસ્થ કરવાનું કામ સોંપ્યું. વાંચતાં-લખતાં આવડતું નહોતું એટલે સૂત્રો પુસ્તકમાં જોઈને કંઠસ્થ કરવાનું શક્ય નહોતું, પણ ગુરુ મહારાજ કે બીજા સાધુ મહારાજ પાસે પાઠ લઈને તેઓ કંઠસ્થ કરવા લાગ્યા, પણ સૂત્રો પણ એમને જલદી જીભે ચડતાં નહોતાં. આમ છતાં તેઓ થાક્યા વગર આખો દિવસ બેસીને સૂત્રો ગોખ્યા કરતા. બે પ્રતિક્રમણનાં સૂત્રો આખો દિવસ કંઠસ્થ કરવામાં બીજા કોઈ કિશોરને મહિનો-દોઢ મહિનો કે એથી પણ ઓછો સમય લાગે તેને બદલે મુનિ ધર્મવિજયને ખાસ્સાં અઢી વર્ષ લાગ્યાં. ગૃહસ્થપણામાં જુગાર રમનાર અને રખડી ખાનાર આ અભણ સાધુ કશું ઉકાળવાના નથી એમ કેટલાક ગૃહસ્થોને લાગતું હતું. પણ ગુરુ ભગવંત શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને એમના પ્રત્યે અનહદ વાત્સલ્ય હતું અને તેઓ તેમને ભાવથી ભણાવતા અને આશીર્વાદ આપતા.
પ્રતિક્રમણનાં સૂત્રો બરાબર કંઠસ્થ થતાં અને લખતાં-વાંચતાં બરાબર આવડી ગયું એટલે મુનિ ધર્મવિજયનો આત્મવિશ્વાસ વધી ગયો. લખવા-વાંચવામાં એમનો રસ હવે જાગ્રત થયો. વૃદ્ધિચંદ્રજી મહારાજના બીજા કેટલાક શિષ્યોમાંથી કોઈક સંસ્કૃત વ્યાકરણ, કોઈક ન્યાયશાસ્ત્ર, કોઈક સાહિત્ય, તો કોઈક તત્ત્વજ્ઞાનના ગ્રંથોનો અભ્યાસ કરતા હતા. ગુરુમહારાજ સ્વાધ્યાય ઉપર બહુ જ ભાર મૂકતા હતા. ઉપાશ્રયનું વાતાવરણ સ્વાધ્યાયથી, શ્લોકોના પઠનથી, સ્તવન-સઝાયના મધુર ધ્વનિથી ગુંજતું રહેતું હતું. એથી મુનિ ધર્મવિજયને પણ ચાનક ચડી. એક દિવસ એમણે ગુરુમહારાજ પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org