________________
૧૦૦
પ્રભાવક સ્થવિરો
પતિયાલા પધાર્યા. એમનામાં ત્યાગ-વૈરાગ્યના સંસ્કાર બાળપણથી હતા એટલે ઉગ્ર તપશ્ચર્યા માટે તેમને વિશેષ રુચિ હતી. પતિયાલામાં એમણે ઘણી કડક તપશ્ચર્યા શરૂ કરી હતી. તેઓ છઠ્ઠ, અઠ્ઠમ કે પંદર દિવસના ઉપવાસ વારંવાર કરતા. આયંબિલ તો એમનાં વખતોવખત ચાલુ રહેતાં. ગોચરી વહોરવા જાય ત્યારે તેઓ જુદા જુદા અભિગ્રહ ધારણ કરીને જતા. ગોચરીને માટે તેઓ એક જ પાત્ર રાખતા. બધા લોકો ભોજન કરી લે તે પછી તેઓ ગોચરી વહોરવા જતા. બધો જ આહાર તેઓ એક જ પાત્રમાં લેતા અને તે ભેગો કરીને ખાતા અને સ્વાદ ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરતા. ઘણુંખરું તેઓ દિવસના એક જ વખત આહાર લેતા. ગોચરીમાં પણ તેઓ લુખ્ખો આહાર પસંદ કરતા. તેઓ ટાઢ-તડકાના પરીષહ સ્વેચ્છાએ વધુ ને વધુ સહન કરતા. દિવસે એક જ વસ્ત્ર ધારણ કરતા અને શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રે ઓઢવા માટે ફક્ત એક જ સુતરાઉ વસ્ત્ર પાસે રાખતા. કેટલીક વાર તો રાત્રે તેઓ વસ્ત્ર
ઓઢતા નહિ. વળી તેઓ શિયાળાની ઠંડીમાં પણ દિવસે છાતી ઉપર કોઈ વસ્ત્ર ધારણ કરતા નહિ. પોતાની આત્મિક શક્તિ ખીલવવા માટે તેઓ શિયાળાની કડકડતી ઠંડીમાં એક બંધ કમરામાં આખી રાત નગ્ન અવસ્થામાં પદ્માસન વાળીને બેસવાની તપશ્ચર્યા કરતા. આવી રીતે તેમણે પોતાના શરીરને ઘણું કહ્યું હતું.
તેઓ ત્યાર પછી માલેરકોટલામાં ચાતુર્માસ હતા ત્યારે લગભગ છ મહિના સુધી રોજેરોજ અભિગ્રહપૂર્વક ગોચરી વહોરી લાવતા. આમ બુટેરાયજી મહારાજ યુવાન વયથી જ ઉગ્ર તપસ્વી બન્યા હતા.
બુટેરાયજી મહારાજ તપશ્ચર્યાની સાથે સાથે સ્વાધ્યાય પણ કરતા અને ઉપાશ્રયમાં વ્યાખ્યાન પણ આપતા. આથી એમનો ચાહકવર્ગ વધતો ગયો હતો. દરમિયાન ખાનદાન કુટુંબના બે યુવાનોએ એમની પાસે દીક્ષા લીધી હતી.
તેઓ પંજાબથી વિહાર કરી દિલ્હી પધાર્યા. ત્યાં સ્થાનકમાર્ગી સમુદાયના ઋષિ રામલાલજીનું ચાતુર્માસ હતું. તેઓ કવિ પણ હતા. તેમની પાસે અમૃતસરના એક ઓસવાલે દીક્ષા લીધી હતી. એમનું નામ ઋષિ અમરસિંહજી રાખવામાં આવ્યું હતું. અમરસિંહે ગુરુમહારાજ પાસે સારો સ્વાધ્યાય કર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org