________________
શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ
પણ પધાર્યા હતા.
આ સંમેલનમાં આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીને ‘કલિકાલકલ્પતરુઅજ્ઞાનતિમિરતણી', શ્રી વિજયશાંતિસૂરિને ‘અનંતજીવ પ્રતિપાળ, યોગીન્દ્રચૂડામણિ, રાજરાજેશ્વર' અને પં. લલિતવિજયજીને ‘મરુધરોદ્વારક પ્રખર શિક્ષા પ્રચારક' એ પ્રમાણે બિરુદો આપવામાં આવ્યાં હતાં.
મહારાજશ્રી માટે આ સંમેલનની બીજી એક વિશિષ્ટ ફલશ્રુતિ એ હતી કે આસપાસનાં લગભગ નેવું ગામમાંથી પોતાની રાયકા જ્ઞાતિના ગૃહસ્થો આવ્યા હતા. મહારાજશ્રીએ તેમની જુદી સભા યોજીને તેમને ઉપદેશ આપ્યો હતો અને તે બધા પાસે જુગાર, ચોરી, દારૂ, ગાંજો, તમ્બાકુ વગેરે વ્યસનો છોડવા માટે અને શુદ્ધ આચાર પાળવા માટે પ્રતિજ્ઞા લેવરાવી હતી.
વિ. સં. ૧૯૯૦ના કાર્તિક પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણવાડાથી મારવાડની નાની પંચતીર્થીની યાત્રા માટે છ'રી પાળતો સંઘ મહારાજશ્રીની નિશ્રામાં કાઢવામાં આવ્યો હતો. પાંચ હજારથી વધુ માણસો આ સંઘમાં જોડાયા હતા. સંઘ ખૂબ ઉલ્લાસપૂર્વક તીર્થોની યાત્રા કરતો કરતો માગસર સુદ ૨ના રોજ વીરવાડા મુકામે આવી પહોંચ્યો. વીરવાડામાં એક વિશેષ ઘટના બની. મહારાજશ્રીના અનેક ભક્તો રાજસ્થાન, ગુજરાત, બંગાળ વગેરે સ્થળોએથી પધાર્યા હતા. મહારાજશ્રીના સિદ્ધિલબ્ધિયુક્ત શાંત પવિત્ર જીવનથી પ્રભાવિત થયેલા કેટલાક આગેવાનોને એવી કુદરતી સ્ફુરણા થઈ કે મહારાજશ્રીને ચતુર્વિધ સંઘ સમક્ષ આચાર્યની પદવી આપવી જોઈએ. મહારાજશ્રીને પોતાની આવી કોઈ પદવીની જરા પણ આકાંક્ષા નહોતી, પરંતુ એકત્ર થયેલ વિશાળ ભક્તસમુદાયનો આગ્રહ એટલો બધો હતો કે છેવટે મહારાજશ્રીને તે માટે સંમતિ આપવી પડી હતી. આ પ્રસંગે મહારાજશ્રીને ‘જગદ્ગુરુ સૂરિસમ્રાટ' એવી પદવી આપવામાં આવી. આ જાહેરાતને લોકોએ ખૂબ હર્ષથી વધાવી લીધી અને એ સમાચાર ચારે બાજુ ઝડપથી પ્રસરી ગયા. મહારાજશ્રીએ એ પ્રસંગે ઉદ્બોધન કરતાં કહ્યું હતું કે, ‘આવી પદવીની મને કંઈ જરૂર નથી. મને એવી આકાંક્ષા પણ નથી. મારા માટે લોકોના પ્રેમના પ્રતીકરૂપે આ પદવી છે. પદવીથી મારામાં અહંકાર ન જાગે એ માટે મારે હવેથી વિશેષ જાગ્રત રહેવું પડશે. આ પદવી મને મારી જવાબદારીનું સતત ભાન કરાવતી રહેશે.’
Jain Education International
For Private & Personal Use Only
૧૮૯
www.jainelibrary.org