________________
પ્રભાવક સ્થવિરો
અને વાત્સલ્યથી પોતાની વાત ચાલુ રાખી. શ્રાવકોએ પૂછેલા બીજા કેટલાક પ્રશ્નોના યથાયોગ્ય ઉત્તરો મહારાજશ્રીએ આપ્યા. થોડીવાર પછી મહારાજશ્રીએ એ શ્રાવકોને કહ્યું, ‘ભાઈઓ, અત્યાર સુધી તમે મને પ્રશ્ન પૂછ્યા છે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું ?'
તેઓએ કહ્યું, ‘ભલે.’
મહારાજશ્રીએ થોડે દૂર આવેલા એક વૃક્ષ તરફ આંગળી કરીને પૂછ્યું, ‘તમે મને કહેશો કે આ વૃક્ષ શાનું છે ?’
તેઓએ કહ્યું, ‘એ આંબાનું વૃક્ષ છે.’
મહારાજશ્રીએ કહ્યું, ‘ભાઈ, આ વૃક્ષ ઉપર હજુ એક વાર પણ કેરી આવી નથી. એ પહેલાં તમે એને આંબાના વૃક્ષ તરીકે કેવી રીતે ઓળખાવી શકો?’ તેઓએ કહ્યું, ‘એની ઋતુ આવશે એટલે જરૂર કેરી આવશે.'
મહારાજશ્રીએ કહ્યું, ‘જેમ કેરી હજુ આવી નથી એ પહેલાં આપણે એને આંબાના વૃક્ષ તરીકે ઓળખીએ છીએ, તેવું જ મુનિપદનું છે. મુનિપદનો અભ્યાસ કરતાં કરતાં એનો સમય આવશે ત્યારે શીતોષ્ણ પરીષહો સહન કરી શકાશે અને માસખમણ વગેરે તપશ્ચર્યા કરી શકાશે. માસખમણ વગેરે ન થાય તો તેથી મુનિપદ નથી એમ ન કહી શકાય. ત્યાગ-વૈરાગ્યની સાધનામાં પણ જુદી જુદી વ્યક્તિની જુદી જુદી કક્ષા અને જુદી જુદી તરતમતા હોઈ શકે છે.’ મહારાજશ્રાના ઉત્તરથી તે બંને શ્રાવકો પ્રભાવિત થયા. મહારાજશ્રીએ તેમના હ્રદયને જીતી લીધું. પોતાની ભૂલ માટે બંને શ્રાવકોને પશ્ચાત્તાપ થયો. મહારાજશ્રીની તેઓએ ક્ષમા માંગી.
૨૬૬
તેઓ બંને શ્રવણબેલગોડાની યાત્રાએ ગયા. રસ્તામાં વિચાર કરતાં તેઓ બંનેને લાગ્યું કે શાંતિસાગર મહારાજ પાસે જ દીક્ષા લેવાનું બધી રીતે યોગ્ય છે.
શ્રવણબેલગોડાની યાત્રા પછી તેઓ મહારાજશ્રી પાસે વારંવાર આવવા લાગ્યા અને પોતાનો નિર્ણય પાકો થતાં દીક્ષાનો પ્રસ્તાવ મૂક્યો. મહારાજશ્રીએ જ્યારે ‘સમડોળી’ નામના ગામમાં સ્થિરતા કરી હતી ત્યારે તેઓ બંનેએ તેમની પાસે દીક્ષા લીધી. શેઠ હીરાલાલનું નામ મુનિ વીરસાગર રાખવામાં આવ્યું અને શેઠ ખુશાલચંદનું નામ મુનિ ચંદ્રસાગર રાખવામાં આવ્યું. મહારાજશ્રીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org