________________
શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ
૨૭૫
હતી. મહારાજશ્રી વિહાર કરતાં કરતાં દિલ્હી જવાના હતા. દિલ્હીમાં ત્યારે બ્રિટિશ રાજ્ય હતું. ભારતની આ રાજધાનીમાં ત્યારે કાયદાઓ વધુ કડક હતા. એટલે મહારાજશ્રીને ઘણા શ્રાવકોએ વિનંતી કરી કે તેઓ દિલ્હી ન પધારે તો સારું. પરંતુ મહારાજશ્રી પોતે અત્યંત મક્કમ હતા. તેમણે ભક્તોને કહ્યું કે, સરકાર મને વધુમાં વધુ શું કરી શકે? મૃત્યુની સજા કરી શકે. એ કરે તો પણ મને તેનો ડર નથી.” આથી મહારાજશ્રીએ દિલ્હી તરફ વિહાર કર્યો. નગ્ન સાધુ આવે છે એની જાણ થતાં તેમને અટકાવીને તેમની ધરપકડ કરવાની સૂચના અંગ્રેજ કલેક્ટર દ્વારા પોલીસને અપાઈ ચૂકી હતી.
મહારાજશ્રી વિહાર કરતા દિલ્હી તરફ આવ્યા. રસ્તામાં પોલીસે તેમને અટકાવ્યા, પરંતુ નગ્ન સાધુ મહાત્માને શું કરવું તેની પોલીસને સમજણ ન પડી. ઘણો ઊહાપોહ મચ્યો. પરિસ્થિતિ અને ધાર્મિક પરંપરાને સમજતાં ગોરા કલેક્ટરને વાર લાગી નહિ. તેમણે તરત જ નગ્ન જૈન મુનિને રસ્તા ઉપર ચાલીને ગમે ત્યાં વિહાર કરવાની છૂટ આપી દીધી. આ કોઈ જેવો તેવો વિજય ન હતો. દિલ્હી જેવી રાજધાનીમાં આવી ઘટના બને એનો અર્થ જ એ કે ભારતના બીજા કોઈ પણ શહેરમાં બીજી કોઈ પણ સરકાર તેમને હવે અટકાવવાની હિંમત કરી શકે નહિ. મહારાજશ્રીએ આ રીતે ઉત્તર ભારતના અને ભારતના અન્ય પ્રદેશોમાં વિહાર કરીને દિગમ્બર મુનિચર્યાથી જૈન સમાજ ઉપરાંત અન્ય સમાજને પણ પરિચિત અને પ્રભાવિત કરી દીધો હતો.
ઉત્તર ભારતમાં વિહાર કરીને ત્યારપછી મહારાજશ્રીએ રાજસ્થાનમાં જયપુર, ઉદયપુર, વ્યાવરમાં તથા ગુજરાતમાં પ્રતાપગઢ તથા ગોરલમાં ચાતુર્માસ કરી નાસિક પાસે ગજરંથા ઈ.સ. ૧૯૩૭માં પધાર્યા અને ત્યાં ચાતુર્માસ કર્યું. તેમના નિરતિચાર સંયમપૂર્ણ જીવન માટે અને તેમણે કરેલી ધર્મપ્રભાવના માટે ગજપથામાં એમને “ચારિત્ર ચક્રવર્તી' નું બિરુદ આપવામાં આવ્યું હતું.
- આચાર્ય શાંતિસાગરજીના જીવનની એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના તે જૈન મંદિરોમાં હરિજનોના પ્રવેશ માટે ઘડાયેલા કાયદાનો પ્રતિકાર કરવા અંગેની છે.
ઈ.સ. ૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ તે પછી જુદાં જુદાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org