________________
શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ
તૈયાર કરવામાં આવી અને બપોરે બે અને પાંચ મિનિટે એમના પાર્થિવ દેહને ચંદનકાષ્ઠની ચિતા ઉપર વિધિપૂર્વક અગ્નિદાહ દેવામાં આવ્યો.
મહારાજશ્રીનો પાર્થિવ દેહ ભૂતકાળમાં વિલીન થઈ ગયો.
મહારાજશ્રીના સ્વર્ગારોહણ પછી કુંથલગિરિમાં પાંચ સપ્તાહનો સમાધિમરણ મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. તે વખતે મહારાજશ્રીના ઘણા ભક્તોએ ત્યાં આવીને પોતાની શ્રદ્ધાંજલિ આપી હતી.
આમ, આચાર્ય શ્રી શાંતિસાગરજી મહારાજે પોતાના સુદીર્ઘ ચારિત્રપર્યાય દરમિયાન જૈન ધર્મની ઘણી મોટી પ્રભાવના કરી. સ્વાધ્યાય, તપશ્ચર્યા, જપ, ધ્યાન અને સંલેખના દ્વારા આત્મકલ્યાણ સાધવા સાથે તેમણે દિગમ્બર મુનિનું ઉત્તમ, આદર્શરૂપ દૃષ્ટાંત પૂરું પાડ્યું. એમણે પોતે તો પોતાનું કોઈ સ્મારક રચવાની ના પાડી હતી, છતાં એમના ઋણના સ્વીકારૂપે એમના નામથી સ્થળે સ્થળે સંસ્થાઓ સ્થપાઈ.
૨૦૧
ગત શતકના મહાન આચાર્યોમાં સ્વ. પૂ. શ્રી શાંતિસાગરજી મહારાજનું અપ્રતિમ જીવન અને કાર્ય સૌને માટે પ્રેરણારૂપ બની રહે એવું છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org