________________
શ્રી અજરામરસવામી
૨૮૫
પરિચય આપ્યો અને પગલાં ઉપરથી અને બીજાં શરીરલક્ષણ ઉપરથી બાળમુનિ બહુ વિદ્વાન અને તેજસ્વી થશે તેની આગાહી કરી. વળી કહ્યું કે તેમને જો વિદ્યાભ્યાસ કરવો હોય તો સુરતમાં પોતે વિદ્યાભ્યાસ કરાવશે. એથી હીરાજીસ્વામી અને બીજા સાધુઓએ પ્રસન્નતા અનુભવી.
પૂજ્યશ્રી ગુલાબચંદજી મૂર્તિપૂજક સંપ્રદાયના ખરતરગચ્છના યતિ હતા. એક સ્થાનકવાસી બાળમુનિને અભ્યાસ કરાવવાનો હતો. એક મૂર્તિપૂજક સંપ્રદાયના યતિશ્રી પોતાના સ્થાનકવાસી સંપ્રદાયના બાળમુનિને અભ્યાસ કરાવે એની સામે હીરાજીસ્વામી અને કાનજીસ્વામીને જરા પણ વાંધો નહોતો. બીજી બાજુ યતિશ્રી ગુલાબચંદજીએ મૂર્તિપૂજક સંપ્રદાયના પોતે હોવા છતાં બાળમુનિને અવશ્ય અભ્યાસ કરાવશે તેવી ખાતરી આપી. સુરતમાં જ્યારે વિદ્યાભ્યાસ ચાલુ થયો ત્યારે અન્ય સંપ્રદાયના સાધુને વિદ્યાભ્યાસ કરાવવા માટે સમાજમાં થોડો ખળભળાટ પણ મચ્યો. પરંતુ તેની ખાસ કંઈ અસર થઈ નહિ. ગુલાબચંદજીએ બહુ જ ઉત્સાહથી બાળમુનિને સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના અધ્યયન સાથે વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ન્યાય, જ્યોતિષ વગેરે ઘણા વિષયોનું અધ્યયન કરાવ્યું. વળી સાંખ્ય, વેદાંત વગેરે દર્શનનો પણ અભ્યાસ કરાવ્યો અને “ન્યાયાવતાર', સ્યાદ્વાદ રત્નાકર' વગેરે ગહન અને કઠિન ગ્રંથો પણ ભણાવ્યા. આવા અધ્યયનમાં ઘણાં વર્ષ લાગે અને એક જ સ્થાનક કે ઉપાશ્રયમાં વધુ ચોમાસાં કરવાનું યોગ્ય ન ગણાય એટલે હરાજીસ્વામીએ સુરતનાં પરાંઓમાં જુદે જુદે સ્થળે એમ છ ચોમાસાં કર્યા. આ રીતે બાલમુનિ અજરામરસ્વામીને વિદ્યાભ્યાસ કરવામાં સુરતમાં સતત છ ચોમાસાં કરવા પડ્યાં, પરંતુ એથી એમને સળંગ અભ્યાસ કરવાનો ઘણો બધો લાભ થયો. શ્રીપૂજ્ય મંત્રતંત્ર અને ગુપ્તવિદ્યાઓના પણ સમર્થ જાણકાર હતા. અજરામરસ્વામી યોગ્ય અધિકારી પાત્ર છે એવી ખાતરી થયા પછી તેમણે મંત્રતંત્ર તથા સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિની ગુપ્ત વિદ્યાઓ અને વિધિ-આમ્નાય પણ અજરામરસ્વામીને શિખવાડી.
અજરામરસ્વામીએ આ છ વર્ષના ગાળા દરમિયાન વિદ્યાભ્યાસ કરતાં કરતાં કેટલીયે નોંધો ઉતારી લીધી હતી. વળી તેઓ જ્યારે વિહાર કરવાના હતા ત્યારે શ્રીપૂજ્ય ગુલાબચંદજીએ પોતાના વિશાળ સંગ્રહમાંથી ૩૦૦ જેટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org