________________
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ
(કાશીવાળા)
વિક્રમની વીસમી સદીના મહાન જૈનાચાર્યોમાં કાશીવાળા પ. પૂ. સ્વ. વિજયધર્મસૂરિજી મહારાજની પ્રતિભા ઘણી અનોખી હતી. તેમનું વ્યક્તિત્વ વિલક્ષણ હતું. એ જમાનામાં વિદેશોના જેન ધર્મના વિદ્વાનો સાથે જેમને વધુમાં વધુ સંપર્ક હોય તેવા જૈન મુનિઓમાં શ્રી વિજયધર્મસૂરિજી હતા. એ કાળ દરમિયાન જેમનું જીવનચરિત્ર દુનિયાની વધુમાં વધુ ભાષામાં લખાયું હોય તેવા જૈન મુનિઓમાં પણ શ્રી વિજયધર્મસૂરિજી હતા. તેઓ હતા મહુવાના, પણ તેમનું કાર્યક્ષેત્ર ઘણા લાંબા સમય સુધી કાશી રહ્યું હતું. એટલે તેઓ “કાશીવાળા” તરીકે સમગ્ર ભારતમાં પંકાયા હતા.
શ્રી વિજયધર્મસૂરિજી મહારાજનો જન્મ વિ. સં. ૧૯૨૪ માં સૌરાષ્ટ્રમાં મહુવા નગરમાં થયો હતો. તેમનું નામ મૂળચંદ હતું. તેમના પિતાનું નામ રામચંદ્ર હતું. તેમની માતાનું નામ કમળાબહેન હતું. તેઓ વિશા શ્રીમાળી જ્ઞાતિના હતા. તેમની સ્થિતિ સાધારણ હતી. મૂળચંદને બે ભાઈઓ હતા અને ચાર બહેનો હતી. તેમનું કુટુંબ વિશાળ હતું. રામચંદ્રના ત્રણ દીકરાઓમાં મૂળચંદ સૌથી નાના હતા. તેમનું કુટુંબ મહુવાનું એક સાધારણ સુખી કુટુંબ હતું. એ જમાનામાં છોકરાઓના વિદ્યાભ્યાસ ઉપર બહુ લક્ષ અપાતું ન હતું. મૂળચંદ સ્વભાવે આનંદી હતો. તેને શાળામાં જઈને ભણવા કરતાં રમવામાં અને વાડીઓમાં રખડવામાં વધારે આનંદ આવતો. મોટા કુટુંબને લીધે કોઈ તેને ભણવા માટે બહુ રોકટોક કરતું નહિ. કોઈ કોઈ વખત પિતાજી દુકાને લઈ જતા પણ મૂળચંદને તેમાં રસ પડતો નહિ.
મૂળચંદ સૌથી નાનો દીકરો હોવાને લીધે માતા કમળાબહેન પણ તેને બહુ લાડથી રાખતાં. એને લીધે મૂળચંદમાં દિવસે દિવસે સ્વચ્છંદતા વધતી ગઈ હતી. તે કોઈને કહ્યા વગર ગમે ત્યારે ઘરની બહાર રમવા કે રખડવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org