________________
૨૮૮
પ્રભાવક સ્થવિરો
સ્વામીજીએ પૂછ્યું, “કોણ ? વાઘા પારેખ છો ?'
પોતાનું નામ અજરામરજીના મુખેથી સાંભળતાં વાઘા પારેખને આશ્ચર્ય થયું, કારણ કે તેઓ એક-બીજાને ક્યારેય મળ્યા ન હતા. સ્વામીજીએ વાઘા પારેખને બેસાડી કહ્યું, ચ્છના મહારાવે તમારા ઉપર ગુસ્સો કર્યો છે, એથી ગભરાઈને તમે સંતાતા ફરો છો. કચ્છ છોડીને ભાગી જવાનું તમે વિચારો છો. પરંતુ તેમ કરવાની તમારે જરૂર નથી. હિંમત અને ધીરજ રાખો. મહારાવશ્રીને એક અગત્યનું કામ પડશે ત્યારે તમારા સિવાય બીજું કોઈ એ કામ કરી શકશે નહિ. એ વખતે મહારાવશ્રી તમને બોલાવશે. ત્યારે તમારા હાથે કચ્છની પ્રજાની સેવા કરવાનું મોટું કામ થશે.”
અજરામરસ્વામીએ કહેલી એ વાત બિલકુલ સાચી પડી. મહારાવશ્રીએ કામ પડ્યું એટલે વાઘા પારેખને બોલાવ્યા, બંને વચ્ચે પહેલાંના જેવો સુમેળ થઈ ગયો. મહારાણીએ તો પોતાના ભાઈ તરીકે વાઘા પારેખને ઓળખાવ્યા. કારભારી તરીકેની બધી જવાબદારી તેમને સોંપવામાં આવી. ત્યારથી વાઘા પારેખને અજરામરસ્વામીના વચનમાં અતૂટ વિશ્વાસ બેસી ગયો હતો.
અજરામરસ્વામીએ કચ્છમાં ત્રણ વખત વિહાર કર્યો હતો. એ દિવસોમાં કાઠિયાવાડથી વિહાર કરીને કચ્છમાં જવાનું એટલું સરળ નહોતું. વિહાર બહુ લાંબા અને કપરા રહેતા. તેમ છતાં લોકોની ધર્મભાવનાને અનુસરી અજરામરસ્વામીએ કચ્છમાં કુલ છ જેટલાં ચાતુર્માસ કર્યા હતાં. વિ. સં. ૧૮૬૪માં માંડવીમાં ચાતુર્માસ હતું, ત્યારે વાઘજી પારેખની ઇચ્છા હતી કે સ્વામીજી પોતાના ભુજ નગરમાં પધારે. એ દિવસોમાં સ્થાનકવાસી સાધુઓને ભુજમાં પધારવાની રાજ તરફથી મનાઈ હતી, તે વાઘજી પારેખે રદ કરાવી હતી અને સ્વામીના નગરપ્રવેશ વખતે બેન્ડવાજાં વગાડવામાં ન આવે તે વિશે પણ સંઘને સૂચના આપી હતી.
અજરામરસ્વામીએ કચ્છમાં જે ચાતુર્માસ કર્યા તેમાં માંડવીની દરિયાની હવા અને પાણીને કારણે તેમને સંગ્રહણીનું તથા પગમાં વાનું દર્દ ચાલુ થયું હતું. ઘણા ઉપચારો કરવા છતાં તેમાં ફરક પડ્યો નહોતો. અલબત્ત ત્યારપછી પણ તેમણે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠીક ઠીક વિહાર કર્યો હતો. પરંતુ અશક્તિ વધતાં વિ. સં. ૧૮૬૪માં લીંબડીમાં ચાતુર્માસ કર્યા પછી તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org