________________
શ્રી અજરામરસ્વામી
ન
તૂટશે એવું તેમને લાગતું હતું. તે વખતે માતાની અસ્વસ્થતા બાળક અજરામર કળી ગયો. એમણે માતાની અસ્વસ્થતાનું કારણ જાણીને માતાને કહ્યું, ‘મા ! તમે ચિંતા ન કરો. હું તમને આખું પ્રતિક્રમણ સૂત્રો બોલીને કરાવીશ.’ માતાએ એ સાચું માન્યું નહિ. પરંતુ અજરામરે કહ્યું કે પોતે રોજ સ્થાનકે સાથે આવે છે એટલે આખું પ્રતિક્રમણ પોતાને મોઢે થઈ ગયું છે. છ વર્ષના બાળકે જ્યારે માતાને આખું પ્રતિક્રમણ શુદ્ધ ઉચ્ચારપૂર્વક કરાવ્યું ત્યારે માતાને બહુ આશ્ચર્ય થયું. પોતાનો પુત્ર આટલો બધો તેજસ્વી છે એવી ત્યારે એમને ખાતરી થઈ. એમના મનમાં એવી ભાવના પણ જાગી કે પોતાનો દીકરો મોટો થઈને કોઈ મહાન સાધુ-મહાત્મા બને તો કેવું સારું ! માતાને પોતાને પણ દીક્ષા લેવાની ભાવના થઈ હતી.
વિ. સં. ૧૮૧૮ માં હીરાજીસ્વામી અને કાનજીસ્વામી લીંબડીથી વિહાર કરીને ગોંડલ પધાર્યા હતા. ત્યાં તેમનું ચાતુર્માસ હતું. કંકુબાઈ અને અજરામર હીરાજીસ્વામી પાસે ગોંડલ પહોંચ્યાં. દીક્ષા લેવાની પોતાની અને બાળકની ભાવના છે એવી તેમણે ઇચ્છા દર્શાવી. હીરાજીસ્વામીજીએ એ માટે કેટલોક સમય થોભી જવાનું કહ્યું અને અજરામરને પોતાની પાસે અને કંકુબાઈને જેઠીબાઈ મહાસતીજી પાસે રહીને શાસ્ત્રાભ્યાસ કરવાની વ્યવસ્થા કરી.
ચાતુર્માસ પછી અન્યત્ર વિહાર કરી સં. ૧૮૧૯માં હીરાજીસ્વામી ફરી ગોંડલ પધાર્યા અને ગોંડલમાં કંકુબાઈ તથા બાળક અજરામરને દીક્ષા આપવામાં આવી. ગોંડલ માટે આ એક ભવ્ય પ્રસંગ બની ગયો. ગોંડલના નરેશે પણ આ પ્રસંગે ઉત્સાહપૂર્વક રસ લઈ રાજ્ય તરફથી સારો સહકાર આપ્યો હતો. દીક્ષા પછી અજરામર કાનજીસ્વામીના શિષ્ય થયા અને કંકુબાઈ જેઠીબાઈ મહાસતીજીનાં શિષ્યા બન્યાં.
૨૮૩
બાળક અજરામર બહુ તેજસ્વી હતા. એમની મુખમુદ્રા જોતાં જ, એમના ભવ્ય લલાટ ઉપર નજર પડતાં જ અને એમની તીક્ષ્ણ આંખો જોતાં જ જોનારને આ કોઈ અસામાન્ય બાળક છે એવી ખાતરી તરત જ થઈ જતી.
માતા કંકુબાઈ અને બાળક અજરામર જ્યારે ગોંડલમાં હીરાજીસ્વામી અને કાનજીસ્વામી પાસે દીક્ષા લેવાની ભાવનાથી આવ્યાં હતાં ત્યારે બાળક અજરામર ઉપાશ્રયેથી કોઈ જુદા જુદા ગૃહસ્થના ઘરે જમવા માટે જતા-આવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org