________________
શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ
૨૭૯
કાયમી યોજના કરાવી. મહારાજશ્રીના હસ્તે થયેલાં મહત્ત્વનાં ઐતિહાસિક કાર્યોમાં આ પણ એક મહત્ત્વનું કાર્ય હતું. આશરે ૨૬૬૪ તામ્રપત્રો ઉપર આ ગ્રંથો કોતરવામાં આવ્યા. એટલા તામ્રપત્રોનું વજન લગભગ પચાસ મણ જેટલું થાય.
તામ્રપત્રો કોતરાવવા ઉપરાંત મહારાજશ્રીએ રત્નકરંડ શ્રાવકાચાર, સમયસાર, સવાર્થસિદ્ધિ, અનગાર ધર્મામૃત, સાગારધર્મામૃત, મૂલાચાર વગેરે ગ્રંથો છપાવીને પ્રકાશિત કરવાની યોજના પણ કરી.
મહારાજશ્રીનો જીવનકાળ જેમ ભવ્ય હતો તેમ તેમનો અંતકાળ પણ ભવ્ય હતો. આવા ત્યાગી અને જ્ઞાની જૈન મહાત્માઓ સ્વેચ્છાપૂર્વક દેહનું વિસર્જન કરતા હોય છે.
મહારાજશ્રી કુંથલગિરિમાં ઈ. સ. ૧૯૫૩માં ચાતુર્માસ કર્યા પછી ફલટણ પધાર્યા હતા. ફલટણમાં ચાતુર્માસ કરી તેઓ ફરી પાછા કુંથલગિરિ પધાર્યા. ત્યારે તેમની ઉંમર ૮૩ વર્ષની થઈ ગઈ હતી. તેમનું સ્વાથ્ય પહેલાં જેવું હવે સારું રહેતું ન હતું. આંખે મોતિયો આવી ગયો હતો. ઓપરેશન કરાવવામાં કદાચ બંને આંખો જાય એવું જોખમ હતું. મહારાજશ્રી બારામતીમાં હતા ત્યારે જ તેમને લાગ્યું હતું કે હવે પોતાનું શરીર ધર્મારાધના માટે પહેલાં જેવું સારું રહ્યું નથી. શરીર જ્યારે સારું ન રહેતું હોય ત્યારે આચારધર્મના પાલનમાં પણ બળ અને ઉત્સાહ ઓછો થાય. આચાર્યશ્રી નિરતિચાર સાધુજીવન જીવ્યા હતા અને અંત સુધી તે પ્રમાણે જીવવા ઈચ્છતા હતા. એટલે જ પોતાના આચારમાં શિથિલતા આવે તેના કરતાં દેહત્યાગ કરવો એ એમને મત વધુ સારો અને સાચો વિકલ્પ હતો. એટલે ઈ. સ. ૧૯૫૫માં તેઓ જ્યારે કંથલગિરિ પધાર્યા ત્યારે સંલેખના વ્રત લેવાની પોતાની ઈચ્છા એમણે જાહેર કરી. પહેલાં નિયમ સંલેખના' વ્રત લીધું. આ વ્રત મર્યાદિત કાળનું હોય છે અને આમરણાંત સંખનાદ્રત માટેની પૂર્વતૈયારીરૂપે હોય છે. એથી વ્યક્તિને પોતાને ખ્યાલ આવી જાય છે કે પોતે સારી રીતે આમરણાંત સંલેખના વ્રત પાળી શકશે કે કેમ ? એ દિવસો દરમિયાન મહારાજશ્રી ઉપવાસ કરતા અને વચ્ચે વચ્ચે કોઈ કોઈ દિવસ બે કોળિયા જેટલો આહાર કરતા. ત્યાર પછી મહારાજશ્રીએ ૧૫મી ઑગસ્ટ, ૧૯૫૫ના દિવસે યમ સંલેખના વ્રત” (મારણાંતિક સંખના વત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org