________________
શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ
૨૭૭
પડે અને સંઘર્ષ થાય. જિજ્ઞાસા ખાતર જેમ ભારતના અન્ય ધર્મીઓ, યુરોપિયનો વગેરેને જૈન મંદિરમાં દાખલ થવા દેવામાં આવે છે તેવી રીતે જૈનધર્મમાં ન માનનાર હરિજનો પણ જિજ્ઞાસા ખાતર જૈન મંદિરની મુલાકાત લેવી હોય તો તે માટે પણ છૂટ હોય જ છે. એટલે કાયદામાં રહેલી આ વિસંગતિ દૂર થવી જોઈએ.
શાંતિસાગરજી મહારાજના વિચારો તદ્દન સ્પષ્ટ હતા, પરંતુ લોકજુવાળ જુદી દિશાનો હતો. કાયદો પસાર થતાં મુંબઈ રાજ્યનાં કેટલાંય નગરોનાં હિન્દુ મંદિરોમાં ટોળાબંધ હરિજનોએ પ્રવેશ કર્યો. એક રીતે એ આવકાર્ય પગલું હતું. પરંતુ કર્ણાટકનાં કેટલાંક ગામોમાં શાંતિસાગરજી મહારાજના અનુરોધને લીધે હરિજનોને જૈન મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા. પરંતુ અકલુજના જિલ્લા-અધિકારીએ રાતને વખતે જૈન મંદિરનું તાળું તોડાવી મહેતર, ચમાર વગેરે હરિજનોને દાખલ કરાવ્યા. એને લીધે રમખાણો થયાં, અને કેટલાક લોકોને ધરપકડ પણ થઈ. કાયદો મંદ ગતિએ ચાલે છે. એ દિવસોમાં અમુક વર્ગની લાગણીને માન આપી કાયદામાં તરત ફેરફાર કરવાનું વલણ પણ નહોતું. જૈનો તરફથી ઠેઠ કેન્દ્ર સરકાર સુધી આ બાબતમાં સત્તાવાર રજૂઆત કરવામાં આવી, પરંતુ તેનું જલદી કંઈ પરિણામ આવ્યું નહિ. પરંતુ અકલૂજના બનાવ અંગે જેનો તરફથી કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો અને મુંબઈની હાઈકોર્ટ સુધી એ કેસ પહોંચ્યો. તે વખતે ન્યાયાધીશ શ્રી એમ. સી. ચાગલા અને ન્યાયાધીશ શ્રી ગજેન્દ્રગડકરે સરકારની અને જેનોની એમ બંને પક્ષોની રજૂઆત અને દલીલો પૂરેપૂરી સાંભળીને એવો ચુકાદો આપ્યો કે જૈન મંદિર એ હિન્દુ મંદિર નથી. જેનોની ઉપાસના-વિધિ જુદી જ છે. એથી હરિજનોને કાયદા હેઠળ હિન્દુ મંદિરોમાં દાખલ થવાની જે છૂટ આપવામાં આવી છે તે જૈન મંદિરને લાગુ પડતી નથી. આમ હાઈકોર્ટનો ચુકાદો જેનોની તરફેણમાં આવ્યો.
આચાર્ય શાંતિસાગરજી મહારાજ પોતાના વિચારોમાં કેટલાક સ્પષ્ટ, સાચા અને મક્કમ હતા તે આ પ્રસંગ ઉપરથી જોઈ શકાય છે. અલબત્ત આ વિવાદમાં નિર્ણય આવતાં સમય ઘણો ગયો. કાયદો પસાર થયો ત્યારથી ૨૪ જુલાઈ ૧૯૫૧ના રોજ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યાં સુધી એટલે કે કુલ ૧૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org