________________
૨૭૬
પ્રભાવક સ્થવિરો
રાજ્યોમાં સામાજિક સુધારાઓ કરવા માટે નવા નવા પ્રગતિશીલ કાયદાઓ ઘડવામાં આવ્યા. એ વખતે ગુજરાત-મહારાષ્ટ્ર અને કર્ણાટકના રાજ્યો જુદાં નહોતાં. એ ત્રણે મળીને પહેલાંનું મુંબઈ રાજ્ય હતું. મુંબઈ રાજ્યની ધારાસભામાં તે વખતે એક કાયદો પસાર કરવામાં આવ્યો. તે મુજબ હરિજનોને હિન્દુ મંદિરોમાં કોઈ પણ પ્રકારની રોકટોક વિના પ્રવેશ કરવાનો હક્ક આપવામાં આવ્યો. હરિજનોને ત્યારે સામાજિક દૃષ્ટિએ બહિષ્કત ગણવામાં આવતા હતા. હિન્દુ મંદિરોમાં તેમને પ્રવેશવાની મનાઈ હતી. એટલે આવા કાયદાની આવશ્યકતા હતી. પરંતુ જૈન મંદિરો અને હિન્દુ મંદિરો વચ્ચે તફાવત છે. કાયદાનો અમલ કરનારા સરકારી અધિકારીઓ પણ એમ કહેવા લાગ્યા હતા કે જૈન મંદિર તે હિન્દુ મંદિર જ ગણાય. માટે આ નવા કાયદા દ્વારા જૈન મંદિરમાં પણ હરિજનોને પ્રવેશવાનો હક્ક છે.
આચાર્ય શાંતિસાગરજી તે વખતે સોલાપુરમાં ચાતુર્માસ પૂરું કરીને કર્ણાટકમાં અકલુજ નામના ગામમાં પધાર્યા હતા. ત્યાં તેમનું ચાતુર્માસ પણ નક્કી થયું હતું. તેમણે મુંબઈ સરકારના આ કાયદાનો વિરોધ કર્યો અને સરકાર
જ્યાં સુધી કાયદો પાછો ન ખેંચી લે ત્યાં સુધી પોતે અન્નત્યાગ (સંપૂર્ણ ઉપવાસ નહિ) જાહેર કર્યો.
શાંતિસાગરજી મહારાજનું કહેવું એ હતું કે જૈન મંદિરનો હિન્દુ મંદિરમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી, કારણ કે જૈન ધર્મ અને હિન્દુ ધર્મ વચ્ચે તાત્ત્વિક દૃષ્ટિએ તફાવત છે. જૈન ધર્મની પરંપરા અને હિન્દુ ધર્મની પરંપરા સ્પષ્ટ રીતે ભિન્ન છે. જૈન ધર્મ વર્ણાશ્રમમાં માનતો નથી. એથી જ જૈન ધર્મની આરાધના કરવાની બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ દરેકને સરખી છૂટ છે. ઈતિહાસમાં એના ઘણા દાખલા છે. જૈન ધર્મમાં માનનાર હરિજનને જૈન ધર્મે ક્યારેય મંદિરમાં પ્રવેશવાનો ઈન્કાર કર્યો નથી. એટલે જૈન ધર્મ હરિજનોનો વિરોધી નથી. જૈન મંદિરમાં એની ક્રિયાવિધિ અનુસાર ઉપાસના કરનાર સર્વ કોઈને પ્રવેશવાની છૂટ છે. પરંતુ નવા કાયદા દ્વારા જે રીતે હિન્દુ મંદિરોમાં હરિજનોને પ્રવેશવાની છૂટ આપવામાં આવી છે એવી રીતે જૈન ધર્મમાં ન માનનાર હરિજનોને કે બીજા કોઈને પણ જૈન મંદિરમાં પ્રવેશવાની છૂટ ન આપી શકાય, કારણ કે એમ કરવાથી જૈનોની ઉપાસના-વિધિમાં વિક્ષેપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org