________________
૨૭૪
પ્રભાવક સ્થવિરો
હોય તો તે રસ્તા ઉપર નગ્નાવસ્થામાં નીકળી પડે. પરંતુ પોલીસ પોતાની સત્તાથી તેને પકડી શકે. સમગ્ર દુનિયાનાં બધાં જ રાષ્ટ્રોમાં કાયદો છે કે માણસ નગ્નાવસ્થામાં રસ્તા ઉપર ફરી શકે નહિ. તેમ કરવા જાય તો તેની ધરપકડ થાય. આ કાયદો દિગમ્બર મુનિને લાગુ પડે કે કેમ ? એકંદરે તો દિગમ્બર મુનિઓ વહેલી સવારમાં અજવાળું થતાં પહેલાં વિહાર કરીને પોતાના મુકામે પહોંચી જતા હોય છે, એટલે આવો સંભવ ઓછો હોય છે. આહાર વગેરે માટે કે અન્ય પ્રસંગોએ દિવસ દરમિયાન તેઓને રસ્તા પર ચાલવાના નિમિત્તા પ્રાપ્ત થતાં હોય છે. તેમ છતાં શાંતિસાગરજી મહારાજે પોતાના દષ્ટાંતથી નક્કી કરાવી આપ્યું હતું કે દિગમ્બર મુનિને ગૃહસ્થનો એ કાયદો લાગુ પડી શકે નહિ.
શાંતિસાગરજી મહારાજના જમાનામાં ભારતમાં અનેક દોશી રાજ્યો હતાં તથા અન્યત્ર બ્રિટિશ શાસન હતું. એટલે જુદા જુદા પ્રદેશમાં જુદા જુદા કાયદા રહેતા. મુસલમાની રાજ્યોમાં તો વળી જૈન દિગમ્બર સાધુઓ માટે વધુ કડક કાયદા રહેતા. આવી એક ઘટના ઈસ્લામપુરા નામના નગરમાં બની હતી ત્યાં તેમના વિહાર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. નગ્ન સાધુને જોઈને પોતાના ધર્મના લોકોની લાગણી દુભાય છે એવું કારણ રાજ્ય તરફથી આપવામાં આવ્યું હતું. દેશી રાજ્યોમાં લોકશાહી ઢબે ન્યાયપદ્ધતિ જેવું એ જમાનામાં ઓછું હતું. એટલે એ વખતે આ પ્રતિબંધની સામે શાંતિસાગરજીએ આમરણ ઉપવાસ જાહેર કર્યા હતા. ચાર દિવસના ઉપવાસ થયા પછી વાતાવરણ ઘણું તંગ થયું હતું. રાજ્યકક્ષાએ ઘણો ઊહાપોહ મચ્યો હતો અને છેવટે રાજ્યને શાંતિસાગરજીના વિહાર પર ફરમાવેલા પ્રતિબંધને પાછો ખેંચી લેવો પડ્યો હતો.
મહારાજશ્રીએ દક્ષિણ ભારત, મધ્યપ્રદેશ, ઉત્તર ભારત, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં વ્યાપક વિહાર કર્યો હતો. દક્ષિણમાં હૈદ્રાબાદના નિઝામ રાજ્ય તરફથી પહેલાં દિગમ્બર સાધુઓના વિહાર ઉપર પ્રતિબંધ હતો, પરંતુ નિઝામ સરકારને સમજાવવાથી એ કાયદો કાયમ માટે રદ કરવામાં આવ્યો હતો.
આવો પ્રશ્ન ફરી એક વાર ઉત્તર ભારતમાં ઉપસ્થિત થવાની શક્યતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org