________________
શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ
૨૭૩
પાસે તાજમહાલનું સૌંદર્ય કશી વિસાતમાં નથી. જેમણે આત્મકલ્યાણ કરવું છે તેમણે આવા ભૌતિક સૌંદર્યના દર્શનના પ્રલોભનમાં પડવાનું ન હોય એમ તેઓ સ્પષ્ટપણે માનતા હતા. એથી જ તેઓ તાજમહાલ જોવા ગયા ન હતા.
મહારાજશ્રીને કેવળ કરવા ખાતર વાદવિવાદ કરવાનું ગમતું નહિ. તેઓને એમ સમજાય કે તેમની પાસે આવેલી વ્યક્તિ માત્ર ચર્ચા કરવા જ આવી છે તો તેવી ચર્ચા તેઓ ટાળતા. તેમને વિતંડાવાદમાં રસ નહોતો. આવી ચર્ચા ઉપસ્થિત થાય ત્યારે તેઓ તે ટાળીને પોતાના સ્વાધ્યાયમાં લાગી જતા. મહારાજશ્રીને જ્યારે લાગે કે વાતચીત કરવા આવનાર વ્યક્તિ સાચે જ જિજ્ઞાસુ છે તો તેની સાથે તેઓ મુક્ત મનથી તત્ત્વચર્ચા કરતા. મહારાજશ્રીનો સ્વાધ્યાય ઘણો ઊંડો હતો. એમનું વાંચન વિશાળ હતું. એમનું ચિતન-મનન ઘણું ગહન હતું. એમની સમક્ષ ધ્યેયની સ્પષ્ટતા હતી. એટલે બીજાને સમજાવવા માટે એમને બહુ વિસ્તાર કરવાની જરૂર પડતી નહિ. તેઓ એકાદ ધાર્મિક ઉદાહરણ આપીને સંક્ષેપમાં છતાં સ્પષ્ટતાથી સમજાવી શકતા.
એક વખત મહારાજશ્રી એક ગામમાં સ્થિરતા કરીને રહ્યા હતા ત્યારે કેટલાક માણસોનું એક મોટું ટોળું તેમની પાસે આવીને બેઠું. આવનાર માણસો માત્ર જિજ્ઞાસાથી આવ્યા હતા. તેમનામાં કોઈ ધર્મના સંસ્કાર કે ધર્મની રુચિ નથી એમ વાતચીત પરથી જણાયું. તેઓ ઘણે દૂરથી આવ્યા છે એવું તેઓએ કહ્યું. તેઓમાંના મુખ્ય આગેવાને કહ્યું, “મહારાજશ્રી, અમે જિંદગીમાં કોઈ દિવસ આવી રીતે નગ્ન મુનિને જોયા નથી. બધાની વચ્ચે માણસ નગ્ન અવસ્થામાં હરતા-ફરતા હોય એનું અમને બહુ કુતૂહલ હતું. એટલે અમે અહીં આપને જોવા આવ્યા છીએ.” મહારાજશ્રીએ પ્રસન્નતાપૂર્વકનર્મ વિનોદ કરતાં કહ્યું, “ભાઈઓ, તમે આટલા બધા માઈલ ચાલવાનું કષ્ટ ખોટું લીધું. તમારા ગામમાં તમે કોઈ નગ્ન વાનરને જોઈ લીધો હોત તો તમારી જિજ્ઞાસા સંતોષાઈ જાત! આટલે દૂર આવવાની કાંઈ જરૂર નહોતી.”
ક્યારેક પ્રસંગાનુસાર નર્મવિનોદપૂર્વક વાત કરવાની મહારાજશ્રીની જે રીત હતી તે આવા પ્રસંગ ઉપરથી જોવા મળે છે.
દિગમ્બર મુનિઓને તેમની નગ્નાવસ્થાને કારણે રસ્તામાં વિહારની ઘણી તકલીફો પડતી હોય છે. સામાન્ય રીતે ગૃહસ્થ સમાજમાં કોઈ ગાંડો માણસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org