________________
શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ
૨૭૧
ઉપર ચઢેલી કોઈ કોઈ કીડીઓ ચટકા મારવા લાગી તો પણ શાંતિસાગરજી પોતાના ધ્યાનમાંથી ચલિત થયા નહિ. એમ કરતાં કરતાં કીડીઓ વધતી ગઈ અને શાંતિસાગરજીના પગ નીચે ફરતી થઈ. કેટલીક કીડીઓ એમના પુરુષલિંગ સુધી પહોંચી અને કેટલીક કીડીઓ ત્યાં ચોંટી જઈને જોરથી ચટકા મારવા લાગી. એ ચટકા એટલા બધા ઉગ્ર હતા કે શાંતિસાગરજીના પુરુષ-લિંગમાંથી લોહી વહેવા લાગ્યું. પરંતુ તેમ છતાં તેઓ તો પોતાના ધ્યાનમાં જ નિમગ્ન હતા. જ્યારે તેઓ પોતાના ધ્યાનમાંથી જાગ્રત થયા ત્યારે જ તેમને ખબર પડી કે કીડીઓનો ઉપદ્રવ થયો છે અને પોતાના શરીરમાંથી લોહી પણ નીકળ્યું છે. આમ છતાં પોતે નિશ્ચલ બેસી રહ્યા કે જેથી કોઈ કીડી ચગદાઈ ન જાય. તેમણે કીડીઓને પોતાની મેળે ચાલી જવા દીધી બધી કીડીઓ ગઈ પછી તેઓ ઊભા થયા. કીડીઓએ એમના શરીરને ચટકા માર્યા અને લોહી પણ કાઢ્યું, પરંતુ તેઓ તો ચાલી જતી કીડીઓને કરુણાભરી નજરે જોતા રહ્યા હતા.
મહારાજશ્રી પરિસ્થિતિ અને સમયાનુસાર ઉપદેશ આપતા. તત્ત્વજિજ્ઞાસુ વ્યક્તિઓ બેઠી હોય ત્યારે તેમની સાથે તેઓ આત્મતત્ત્વની વિચારણા કરતા. સામાન્ય સરેરાશ શ્રાવકો વ્યાખ્યાન સાંભળવા આવ્યા હોય ત્યારે તેઓ અહિંસાદિ બાર વ્રતો અને સદાચારની વાત કરતા. મધ્યપ્રદેશ, બિહાર અને ઉત્તર ભારતનાં જંગલોમાંથી તેઓ જ્યારે જ્યારે પસાર થતા અને આદિવાસીઓના કોઈ સ્થળે મુકામ કરવો પડતો ત્યારે ત્યારે તેઓ આદિવાસીઓને ઉપદેશ આપતી વખતે પ્રાણીઓનો શિકાર ન કરવો, માંસાહાર ન કરવો, દારૂ જેવાં માદક પીણાં ન પીવાં, ચોરી ન કરવી અને પરસ્ત્રીગમન ન કરવું એ વિશે ઉપદેશ આપતા. તેમની ઉપદેશવાણી સરળ, મધુર અને હૃદયમાં સોંસરી ઊતરી જાય એવી રોચક અને સચોટ રહેતી, કારણ કે તેઓ જે કંઈ કહેતા તે એમના હૃદયમાંથી આવતું. એમના ઉપદેશમાં એમના ચારિત્રની સુવાસ રહેતી.
દિગમ્બર સાધુઓનો વિહાર ઘણો વિકટ હોય છે. કેટલાક જૈનેતર લોકોને દિગમ્બર પરંપરાની પૂરી જાણકારી ન હોવાને કારણે દિગમ્બર સાધુઓ પ્રત્યે અકારણ દ્વેષ થતો હોય છે. એ લોકોએ આવું દશ્ય ક્યારેય જોયું હોતું નથી. અન્ય ધર્મીઓને પણ કેટલીક વાર ધર્મષની બુદ્ધિથી પણ ઝનૂન ચઢી આવતું હોય છે. આવી એક ઘટના ઈ.સ. ૧૯૩૦માં મહારાજશ્રી મધ્યપ્રદેશમાં ધવલપુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org